મુંબઈમાં ફરી આફતનો વરસાદઃ હાઈ અલર્ટ કરવામાં આવ્યું જાહેર

28 June, 2019 03:12 PM IST  |  મુંબઈ

મુંબઈમાં ફરી આફતનો વરસાદઃ હાઈ અલર્ટ કરવામાં આવ્યું જાહેર

મુંબઈમાં ફરી આફતનો વરસાદ

આ વખતે ચોમાસા માટે દેશવાસીઓએ ઘણી વાર રાહ જોવી પડી. મુંબઈમાં વરસાદ મોડો આવ્યો પણ હવે આફત લઈને આવ્યો છે. એવામાં લોકો 2005ના વરસાદને યાદ કરીને ડરી ગયા છે. હવામાન વિભાગની ચેતવણીએ લોકોની ચિંતા વધારી છે.

મહારાષ્ટ્રના પાલઘર સહિતના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે સવારથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સવારથી થઈ રહેલા વરસાદના કારણે મુંબઈ સહિતના મહારાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પાણી ભરાવાના કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં વાહન વ્યવહાર લગભગ રોકાઈ ગયો છે. અનેક જગ્યાએ વાહન વ્યવહાર ધીમે-ધીમે ચાલી રહ્યો છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ચુક્યા છે અને લોકોના ઘરમાં પણ પાણી ભરાવા લાગ્યા છે. ભારે વરસાદના લીધે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેના પર ફ્લાઈટ્સ પર પણ અસર પડી રહી છે.

(મુંબઈના પૂર વખતેની ફાઈલ તસવીર)

હવામાન વિભાગ અનુસાર મહારાષ્ટ્રના લોકોને હાલ વરસાદથી રાહત નથી મળી રહી. હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં આજ રીતે ભારે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. મુંબઈ સહિતના મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાનું અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની ચેતવણીની સાથે જ BMCએ પણ લોકોને સાવધાન રહેવા કહ્યું છે. બીએમસીએ આપેલી ચેતવણીમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરે.

આ પણ વાંચોઃ પહેલા વરસાદમાં ધીરી પડી માયાનગરીની સ્પીડ, ધોધમાર વરસાદ સાથે ટ્રાફિક જામ

2005માં થયો હતો જીવલેણ વરસાદ
મહત્વનું છે કે વર્ષ 2005માં મુંબઈવાસીઓને જીવલેણ વરસાદનો સામનો કરવો પડ્યો હતો. 2005માં થયેલા વરસાદના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. અંદરના રસ્તાઓથી લઈને હાઈવે સુધી અનેક ફૂટ સુધી પાણી ભરાયા હતા. કેટલાય દિવસો સુધી વાહન વ્યવહાર પર અસર પડી હતી. સ્કૂલ અને કૉલેજ બંધ થઈ ગયા હતા અને લોકો અનેક દિવસો સુધી પોતાના ઘરમાં કેદ થવા માટે મજબૂર થયા હતા. હજારોની સંખ્યામાં ઘર, દુકાનો, ફેક્ટરી, કંપનીઓ અને સબ સ્ટેશનમાં પાણી ભરવાથી લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

mumbai mumbai rains