રણના તીડ મુંબઈ પહોંચે એ પહેલાં જ વૉટ્સએપ પર મેસેજિઝ ફરતા થયા

28 May, 2020 08:04 PM IST  |  Mumbai | Vinod Kumar Menon

રણના તીડ મુંબઈ પહોંચે એ પહેલાં જ વૉટ્સએપ પર મેસેજિઝ ફરતા થયા

તસવીર સૌજન્ય: વિનોદ કુમાર મેનન

આજે બપોરે મુંબઈગરાએ પત્રકારો અને અધિકારીઓને ફોન કરીને મુંબઈમાં રણના તીડનું આગમન થયું છે કે નહીં તેની પુષ્ટિ કરવા લાગ્યા હતાં. શહેરમાં તીડના આગમન પહેલાં તો વૉટ્સએપ અને અન્ય સોશ્યલ મીડિયા પર જંતુઓના આગમનના વિડીયો તેમજ સંદેશાઓ વાયરલ થવા લાગ્યા હતા.

જોકે, હજી સુધી મુંબઈમાં તીડની હાજરીની સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. પરંતુ વૉટ્સએપ એવો દાવો કરે છે કે મુંબઈમાં તીડનું આગમન થઈ ચુક્યું છે. માટુંગાના એક રહેવાસીએ મેસેજ પોસ્ટ કર્યો હતો કે, રણના તીડ મુંબઈ પહોંચી ગયા છે અને ગોરેગાવ તથા મલાડમાં કેટલીક જગ્યાએ ઘરમાં પણ ઘુસી ગયા છે.

વાશી, નવી મુંબઈના એક રહેવાસીએ પત્રકારને ફોન કરીને પુછયું હતું કે, શું મુંબઈમાં તીડનો હુમલો થયો છે. કારણકે સોશ્યલ મીડિયા ર મેસેજ વાયરલ થયા છે એટલે મારી દીકરી મને પુછે છે. પરંતુ મે તેને કહી દીધું છે કે આ માત્ર અફવાઓ હોઈ શકે.

ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવેના એક રહેવાસીએ શૂટ કરેલા વીડિયોમાં સેંકડો જંતુઓ દેખાતા હતા જે તીડ જેવા જ દેખાતા હતા. જાણીતા નવલકથાકાર શોભા દે એ પણ પડદા પર તીડ બેઠેલું તેની તસવીર શેર કરી હતી.

મુંબઇમાં તીડ પ્રવેશ્યા છે કે નહીં તે બાબતની પુષ્ટિ કરવા માટે મિડ-ડેએ નાગપુરની એગ્રીકલ્ચર કોલેજના પ્રોફેસર ડૉક્ટર અનિલ કોહલેને ફોટો અને વીડિયો મોકલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આમાં દેખાય છે તે તીડ જ છે. તેઓ ગુજરાતથી મુંબઈમાં આવ્યા હોવાની શક્યતા છે. મુંબઈમાં પશ્ચિમ અને મધ્ય બંને પરામાં લીલોતરી છે એટલે તે પાકને નુકસાન પહોચાડી શકે છે. એટલે અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર રહેશે.

matunga malad goregaon vashi viral videos mumbai news mumbai maharashtra vinod kumar menon