ગુલાબો સિતાબોનું ટ્રેલર બન્યું મુંબઈ પોલીસના નવા મિમ્સનું મટિરીયલ

26 May, 2020 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુલાબો સિતાબોનું ટ્રેલર બન્યું મુંબઈ પોલીસના નવા મિમ્સનું મટિરીયલ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

લૉકડાઉનની શરૂઆત થઈ છે ત્યારથી જ મુંબઈ પોલીસ તેમના ઓફિશ્યલ સોશ્યલ મિડિયા હેન્ડલ પર જુદા જુદા મિમ્સ પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે તેમના લેટેસ્ટ પોસ્ટમાં આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો' પરથી પ્રેરણા લઈને મિમ્સ બનાવ્યું છે અને સાયબરસિક્યોરીટી માટે મહત્વનો સંદેશ આપ્યો છે.

પોલીસ વિભાગે ફિલ્મના ટ્રેલરમાંથી એક ફોટો શેર કરતા તેમના ફોલોઅર્સને ઓનલાઈન પ્રોફાઈલ માટે મજબૂત પાસવર્ડ અપનાવવાની સલાહ આપી છે. તસવીરમાં આયુષ્માન ખુરાના કહી રહ્યો છે કે, 'મને દત્તક લઈ લો' અને પોલીસે કેપ્શનમાં લખ્યું છે કે, નબળાં પાસવર્ડવાળા મજબૂત પાસવર્ડવાળાને. સાથે જ હેશટેગ આપ્યા છે, #$tr0ngP@$$w0₹d' and '#BlockbusterPassword'.

મુંબઈ પોલીસના આ મિમને 11,000 જેટલાં લાઈક્સ મળી ચૂક્યા છે અને યૂર્ઝસ જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. કેટલાકે મુંબઈ પોલીસનાં આ મિમને બિરદાવ્યું છે તો કેટલાક તેની ઠેકડી પણ ઉડાડી રહ્યાં છે.

mumbai mumbai police mumbai news amitabh bachchan ayushmann khurrana