22 July, 2024 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નાના પાટોલેની ફાઇલ તસવીર
આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં કૉંગ્રેસે મહાયુતિને ઘેરવા માટે રત્નાગીરીમાં મોરચો યોજ્યો છે. પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે (Maharashtra Congress President Nana Patole)એ સોમવારે રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો કે, “મોદી અને શાહ નકલી વાર્તાના માસ્ટરમાઇન્ડ છે. 400 પાર એ તેમના દ્વારા બનાવવામાં આવેલ બનાવટી વર્ણન હતું, તેમણે વિધાનસભા ચૂંટણી માટે હવે 250 પાર કેમ જાહેર ન કર્યું?” પટોલે પૂછ્યું હતું. મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે (Maharashtra Congress President Nana Patole) દ્વારા પીએમ મોદી અને અમિત શાહ પર આરોપો લગાવવામાં આવ્યા છે.
નાના પટોલે (Maharashtra Congress President Nana Patole)એ આરોપ લગાવ્યો કે, “સરકાર મહારાષ્ટ્રની મિલકતો વેચી રહી છે. રાજ્યમાં કેટલી મિલકત રહી છે તે જોવા માટે મોદી અને શાહ મહારાષ્ટ્ર આવ્યા હતા. સરકાર દ્વારા મહારાષ્ટ્રનું ગૌરવ વેચવાનું કામ ચાલી રહ્યું છે. તેથી સીએમ અને ડીસીએમ સતત દિલ્હીની મુલાકાતે છે. તેથી કૉંગ્રેસે નિંદા કરવા માટે મોરચો યોજ્યો છે.”
પટોલેએ આરોપ લગાવ્યો કે, “ભાજપ અને મહાયુતિએ `વાઘ નાખ` (વાઘના પંજા) વિશે ખોટું બોલ્યા હતા. અરબી સમુદ્રમાં હજુ સુધી શિવાજી મહારાજનું સ્મારક બનાવવામાં આવ્યું નથી.” પટોલેએ જણાવ્યું હતું કે, “વિધાનસભા ચૂંટણી માટે MVA સીટ-વહેંચણી ઑગસ્ટમાં પૂર્ણ થશે અને ઉમેદવારો સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવશે.”
તેમણે એમ પણ કહ્યું કે, “કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાજ્ય કાઉન્સિલની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા દેશદ્રોહીઓ સામે કાર્યવાહી કરી છે. લોકોને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખબર પડશે કે અમે તેમની સામે શું પગલાં લીધાં છે.”
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેની પાર્ટી કાર્યકર્તાઓને અપીલ
પટોલેએ પાર્ટી કાર્યકર્તાઓને મહા વિકાસ અઘાડી માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. “કોંકણ કૉંગ્રેસની વિચારધારાને અનુસરે છે. કૉંગ્રેસે જીતેલી અનેક ગ્રામ પંચાયતો છે. પાર્ટી કોંકણના નાગરિકોના મનમાં છે, પરંતુ નેતાઓએ તેમના સુધી પહોંચવું જોઈએ. લોકો ગુંડાગીરી અને સંપત્તિની શક્તિને મહત્ત્વ આપતા નથી.” તેમણે કાર્યકર્તાઓને કોંકણમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
આર્થિક અસમાનતાના મુદ્દે કૉંગ્રેસે સાધ્યું કેન્દ્ર સરકાર પર નિશાન
કૉંગ્રેસે પાર્ટીએ ગઈકાલે દેશમાં વધતી જતી આર્થિક અસમાનતા પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર વધી રહ્યું છે; વધતી જતી અસમાનતા, મોંઘવારી અને બેરોજગારી માટે કેન્દ્ર સરકારની નીતિઓ જવાબદાર છે.
આ મુદ્દે કૉંગ્રેસના મહામંત્રી અને કમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં એક મીડિયા-રિપોર્ટને ટાંકીને લખ્યું હતું કે “ગરીબો અને અમીરોના વપરાશ-ખર્ચ વચ્ચેનો તફાવત આશરે ૧૦ ગણો છે. ગ્રામીણ વિસ્તારોમાં દેશની સૌથી ગરીબ પાંચ ટકા વસ્તીનો માસિક વપરાશ ૧૩૭૩ રૂપિયા, જ્યારે શહેરોમાં પાંચ ટકા શ્રીમંત લોકોનો માસિક વપરાશ ૨૦,૮૨૪ રૂપિયા છે. અમીર અને ગરીબ વચ્ચે વધતા જતા અંતરનો આ પુરાવો છે. કૉંગ્રેસ પાર્ટી હંમેશાં આ મુદ્દો ઉઠાવી રહી છે.”