૪૮ કલાકના નિરર્થક પ્રયાસ પછી ગટરમાં પડેલા દિવ્યાંશની શોધ અટકાવી દેવાઈ

14 July, 2019 11:02 AM IST  |  મુંબઈ

૪૮ કલાકના નિરર્થક પ્રયાસ પછી ગટરમાં પડેલા દિવ્યાંશની શોધ અટકાવી દેવાઈ

ગટરમાં પડેલા દિવ્યાંશની શોધ અટકાવી દેવાઈ

બુધવારે મલાડ-પૂર્વના આંબેડકર ચોકની ગટરમાં પડી ગયેલા ત્રણ વર્ષના દિવ્યાંશની ૪૮ કલાક પછી પણ કોઈ ભાળ ન મળતાં તેની શોધ કરવાનું બંધ કરવામાં આવ્યું હોવાનું પાલિકાના અધિકારીઓએ શુક્રવારે રાત્રે જણાવ્યું હતું. દિવ્યાંશની શોધ કરનારી ટુકડીએ ગટરના ૧૦ કિલોમીટર સુધીના અંતરમાં દિવ્યાંશના મૃતદેહને શોધવાની કોશિશ કરી હતી પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ રહેતાં છેવટે દિવ્યાંશની શોધ કરવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બીએમસી, ફાયર બ્રિગેડ અને નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૫૦ જણાની ટીમે ગટરની લાઇનના તમામ મેનહોલ્સ ખોલીને સંપૂર્ણ પટ્ટા પર દિવ્યાંશની શોધ આદરી હતી. દિવ્યાંશના પિતા સૂરજભાન સિંહે જણાવ્યું હતું કે અધિકારીઓએ તેના દીકરાને શોધવા પૂરતા પ્રયાસ કર્યા નથી. ફાયરબ્રિગેડની ટુકડી પાસે ગટરમાં શોધ કરવા ટોર્ચ પણ નહોતી. એનડીઆરએફના જવાનો માત્ર હાજરી પુરાવી પાછા જતા રહ્યા હતા. અમારો પરિવાર સમગ્ર ઘટનાનો વિરોધ કરવા માગતો હતો પણ પોલીસે અમને તેમ કરતાં રોક્યા હતા.

પરિવારજનો અને પરિસરના રહેવાસીઓએ બીએમસી વિરુદ્વ મોરચો કાઢ્યો


ગોરેગામ-ઈસ્ટમાં આવેલા આંબેડકર ચોકમાં બુધવારે રાતે લગભગ દસ વાગ્યાની આસપાસ દોઢ વર્ષનો બાળક દિવ્યાંશ સિંગ રમતાં-રમતાં ગટરમાં સરકી ગયો હતો. આ દુર્ઘટના બાદ બાળકને સતત શોધવામાં આવી રહ્યો હતો પરંતુ બાળકને શોધવામાં પ્રશાસન નિષ્ફળ ગઈ હતી. જેથી બાળકના પરિવારજનોની કપરી હાલત થઈ છે. જોકે ચાર દિવસ બાદ પણ બાળકને બીએમસી શોધી શકી ન હોવાથી પરિવાર અને આસપાસના રહેવાસીઓનો ગુસ્સો ફાટ્યો છે અને ગઈ કાલે બીએમસી વિરુદ્વ નારાબાજી કરીને મોરચો કાઢ્યો હતો. લગભગ ૩ કિ.મી પગે ચાલીને બીએમસી સામે મોરચાનું આયોજન થયું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પણ જુઓઃ કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની

mumbai goregaon