ગોરેગાંવના કૉમ્પ્લેક્સમાં 8 મહિનામાં ચાર અપઘાત, હવે 17 વર્ષની યુવતીની આત્મહત્યા

17 August, 2025 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માહિતી અનુસાર, તે 15 દિવસ પછી લંડન જવાની હતી, જ્યાં તેને વધુ અભ્યાસ માટે કૉલેજમાં પ્રવેશ મળ્યો હતો. ઘટના સમયે, તે 23મા માળે આવેલા ફ્લૅટના તેના બેડરૂમમાં અભ્યાસ કરી રહી હતી. તેની માતા રસોડામાં હતી જ્યારે દાદા-દાદી બીજા રૂમમાં હતા.

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે

મુંબઈના ગોરેગાંવ (પૂર્વ) સ્થિત આરે કૉલોનીમાં ગુરુવારે એક 17 વર્ષની જુનિયર કૉલેજની વિદ્યાર્થિનીએ એક બહુમાળી ઇમારતના 23મા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું કહેવાય છે. વિદ્યાર્થિનીએ બેડરૂમની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી હોવાના અહેવાલ પોલીસે આપ્યા છે. આરે પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક એક મોટા રિયલ એસ્ટેટ ડેવલપરની એકમાત્ર સંતાન હતી, જેણે ડિપ્રેશનને કારણે આ પગલું ભર્યું હતું. જોકે ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે બે વર્ષથી ડિપ્રેશનથી પીડાતી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.

15 દિવસ પછી લંડન જવાની હતી

માહિતી અનુસાર, તે 15 દિવસ પછી લંડન જવાની હતી, જ્યાં તેને વધુ અભ્યાસ માટે કૉલેજમાં પ્રવેશ મળ્યો હતો. ઘટના સમયે, તે 23મા માળે આવેલા ફ્લૅટના તેના બેડરૂમમાં અભ્યાસ કરી રહી હતી. તેની માતા રસોડામાં હતી જ્યારે દાદા-દાદી બીજા રૂમમાં હતા. જ્યારે યુવતી આ આત્યંતિક પગલું ભર્યું ત્યારે તેના પિતા કામ માટે બહાર હતા. આ ઘટના બિલ્ડિંગના રિસેપ્શનિસ્ટે જોઈ હતી. તેણે છોકરીને પોડિયમ લેવલ પર પડતી જોઈ હતી. મૃતકના માતા-પિતાના મતે, આ ઘટના પાછળનું મુખ્ય કારણ છોકરીનું ડિપ્રેશન છે. આરે પોલીસ છોકરીના માતા-પિતા, તેના મિત્ર, શાળા અને તેની સારવાર કરનાર ડૉક્ટરના નિવેદન નોંધાવ્યા છે અને પછી તપાસ શરૂ થશે. પોલીસને મૃતકના માતા-પિતા પાસેથી જાણવા મળ્યું કે તે યુકેમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માગતી હતી. તેથી, તેઓ ગયા મહિને લંડન પણ ગયા હતા. જોકે, આરે પોલીસ ADR નોંધીને કેસની તપાસ કરી રહી છે.

આઠ મહિનામાં અપઘાતનો ચોથો કેસ સામે આવ્યો

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા આઠ મહિનામાં આ રહેણાંક કૉમ્પ્લેક્સમાં આત્મહત્યાનો આ ચોથો કેસ બન્યો છે. મૃત્યુ પામેલા લોકોમાંથી ત્રણ વિદ્યાર્થીઓ જ  છે. આરે પોલીસે જણાવ્યું હતું કે 2 જુલાઈના રોજ, 19 વર્ષીય વિદ્યાર્થીએ પણ આ જ કૉમ્પ્લેક્સમાં આત્મહત્યા કરી હતી. તે દીક્ષાંત સમારોહ માટે જર્મની જવા માટે ટ્રાવેલ પરમિટ લઈ શક્યો ન હતો. તેથી, તેને ઍરપોર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી, તે ઍરપોર્ટ છોડીને પહેલા જુહુ બીચ પર ગયો, જ્યાં તેણે પોતાનો સામાન છોડી દીધો અને પછી આરે કૉલોની સ્થિત તે જ કૉમ્પ્લેક્સનાં 42માં માળેથી કૂદીને આત્મહત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગોરેગાંવની આ ઇમારતમાં છેલ્લા આઠ મહિનામાં ચાર કરતાં વધુ યુવાનોએ અપઘાત કરતાં વિસ્તારમાં ભયનો માહોલ છે. તેમ જ પોલીસ આ અપઘાત પાછળના બીજા પણ કારણો શોધવા માટે તપાસ શૌર કરી છે અને આગળ કોઈ અપઘાત ન થાય તે માટે પેરેન્ટ્સને બાળકોનું ધ્યાન રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

suicide goregaon aarey colony mumbai news mumbai police mental health