ગુડવિન જ્વેલરીના માલિક ભાઈઓ થાણેમાંથી ઝડપાયા

14 December, 2019 10:35 AM IST  |  Mumbai

ગુડવિન જ્વેલરીના માલિક ભાઈઓ થાણેમાંથી ઝડપાયા

ગુડવિન જ્વેલરી

સેંકડો ગ્રાહકો સાથે ૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ થાણે કોર્ટમાં હાજર થયેલા ગુડવિન જ્વેલરી શો-રૂમના માલિક બે ભાઈઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ગુડવિન જ્વેલરે રાજ્યના વિવિધ સ્થળોએ આવેલા તેમના શો-રૂમ બંધ કરતાં થાણે ઉપરાંત મુંબઈ અને પુણેના સેંકડો ગ્રાહકો તકલીફમાં મુકાઈ ગયા છે. ગુડવિન જ્વેલર્સે ૨૫ કરોડ રૂપિયા ચૂકવવાના વચનમાંથી ફરી જઈ લગભગ ૧૧૫૪ જેટલા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી. ૨૫મી ઑક્ટોબરે ગુડવિન જ્વેલર્સના માલિકો શો-રૂમ બંધ કરીને પલાયન થઈ ગયા હતા. ગુડવિન જ્વેલર્સના માલિક બન્ને ભાઈઓએ એમ. સુનીલકુમાર અને એ. એમ. સુદેશકુમાર સામે ડોંબિવલી, નૌપાડા અને શિવાજીનગરમાં કેસ દાખલ કરાયા છે.

આ પણ વાંચો : બેસ્ટ 300 બસ મેળવશે, પણ તેને કન્ડક્ટર વિના દોડાવાશે

છેતરપિંડી ઉપરાંત આ બન્ને ભાઈઓ પર એમપીઆઇડી (મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ ઇન ફાઇનૅન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ)એક્ટની જોગવાઈઓ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગુડવિન ગ્રુપના શો-રૂમ વાશી (નવી મુંબઈ), થાણે શહેર, ડોંબિવલી, અંબરનાથ, મીરા રોડ(થાણે જિલ્લા), ચેમ્બુર (મુંબઈ), ચિંચવડ, ભુંડ ગાર્ડન અને પિંપરી (પુણે) તથા કેરળના ત્રિસુર તાલુકામાં આવેલા છે.

thane thane crime mumbai crime news Crime News mumbai news