મુંબઈમાં આજે ચોમાસું દસ્તક દેશે

25 June, 2019 08:09 AM IST  |  પુણે

મુંબઈમાં આજે ચોમાસું દસ્તક દેશે

મૉનસૂન

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના ૯૦ ટકા કરતાં વધુ પ્રદેશમાં આવી ચૂક્યું છે અને એ આગામી ચારથી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યને આવરી લેશે એમ હવામાન વિભાગના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. ચોમાસાનું આગમન ન થયું હોય એવા પ્રદેશોમાં મુંબઈનો સમાવેશ છે.

આ પણ વાંચો : ફિલ્મોમાં રોલ અપાવવાના બહાને છેતરપિંડી કરનારને ફરિયાદીઓએ પોલીસને સોંપ્યો

ચોમાસાએ મહારાષ્ટ્રના કુલ ૯૨-૯૩ ટકા પ્રદેશને આવરી લીધા છે. આગામી ચારથી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું ફેલાઈ જશે એવી શક્યતા છે એમ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે રાજ્યના બાકીના ૭થી ૮ ટકા વિસ્તારોમાં મુંબઈ, કોકણનો ઉત્તરીય પ્રદેશ તથા મધ્ય મહારાષ્ટ્રના ઉત્તર ભાગનો સમાવેશ છે. ચોમાસું સક્રિય છે ત્યારે કોકણ અને નજીકના ગોવામાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે.

વધુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે મધ્ય મહારાષ્ટ્રમાં ૨૬થી ૨૮ જૂન વચ્ચે વ્યાપક વરસાદ પડે એવી શક્યતા છે. મરાઠવાડામાં સોમવારે ઘણો વરસાદ પડ્યો, પણ મંગળવારથી વરસાદનું જોર ઘટી જશે. એ ઉપરાંત, રાજ્યના વિદર્ભ પ્રદેશમાં પણ વરસાદ પડવાની અપેક્ષા છે.


mumbai mumbai rains mumbai monsoon mumbai news