ફિલ્મોમાં રોલ અપાવવાના બહાને છેતરપિંડી કરનારને ફરિયાદીઓએ પોલીસને સોંપ્યો

Published: Jun 24, 2019, 12:28 IST | ફૈઝાન ખાન | મુંબઈ

ફિલ્મોમાં રોલ અપાવવાની અને આર્ટિસ્ટ્સ ક્વૉટામાં સસ્તા ભાવે ઘર અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર સામે અનેક ફરિયાદો કર્યા છતાં પોલીસની નિષ્ક્રિયતાથી પરેશાન લોકોએ જાતે છટકું ગોઠવીને આરોપી સંદીપ અહેરને ઝડપી લીધો હતો.

આરોપી સંદીપ અહેર
આરોપી સંદીપ અહેર

ફિલ્મોમાં રોલ અપાવવાની અને આર્ટિસ્ટ્સ ક્વૉટામાં સસ્તા ભાવે ઘર અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર સામે અનેક ફરિયાદો કર્યા છતાં પોલીસની નિષ્ક્રિયતાથી પરેશાન લોકોએ જાતે છટકું ગોઠવીને આરોપી સંદીપ અહેરને ઝડપી લીધો હતો. અંધેરી સ્ટેશનની પાસે આરોપીને ઝડપી લેવાનું છટકું ગોઠવવા માટે બે ફરિયાદીઓએ ડીએન નગર પોલીસ ચોકીની મદદ લીધી હતી. જોકે આરોપીને ઓશિવરા પોલીસ સ્ટેશનને સોંપ્યા પછી પોલીસે નૉન-કૉãગ્નઝેબલ ઓફેન્સ નોંધીને થોડા કલાકોમાં સંદીપ અહેરને છોડી મૂક્યો હોવાનો દાવો ફરિયાદીઓએ કર્યો હતો.

સંદીપની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોમાંથી એક લેખક-દિગ્દર્શક અમિતરાજ સૂર્યાએ જણાવ્યું હતું કે ‘અમે ચીટર સંદીપની ધરપકડ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને છોડી મૂક્યો હતો. તેને પકડીને પોલીસને સોંપ્યા પછી હું સિનિયર ઇન્સ્પેક્ટર્સને મળીને એફઆઇઆર નોંધાવું એ પહેલાં તેને છોડી મુકાયો હતો.’

ઍક્ટર ગોવિંદાના સગા અમિતરાજ સૂર્યાને મ્હાડાનો દોઢ કરોડ રૂપિયાનો ફ્લૅટ ફક્ત પચીસ લાખ રૂપિયામાં અપાવવાની લાલચ આપીને સંદીપ અહેરે તેમની પાસેથી ૨૩૦૦ રૂપિયા લીધા હતા અને ત્યાર પછી તેમના ફોનના જવાબ આપવાનું બંધ કર્યું હતું. એક પ્રોડક્શન કંપનીમાં કામ કરતા સંતોષ કુલકર્ણી સાથે પણ સંદીપે છેતરપિંડી કરીને ૧૫,૦૦૦ રૂપિયા લઈ લીધા હતા. અમિતરાજ અને સંતોષે સાથે મળીને સંદીપને પકડીને પોલીસને સોંપ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: ટ્રેનમાં પ્રવાસીઓને નશો કરનાર પદાર્થ ખવડાવીને લૂંટી લેનારા ચોર પકડાયા

સંદીપ અહેરની સામે મિરા રોડ, દિંડોશી, દહીસર, જુહુ, વર્સોવા અને ડીએન નગર પોલીસ સ્ટેશનોમાં નૉન-કૉગ્નિઝેબલ ઓફેન્સ નોંધાયેલા છે. સંદીપ શિલ્પા શેટ્ટી, નવાઝુદ્દિન સિદ્દિકી અને ટિનુ આનંદ જેવા કલાકારો સાથેના ફોટોગ્રાફ્સ લોકોને બતાવીને છેતરતો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK