23 March, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરના આચાર્ય અત્રે મેદાનમાં નિર્માણ કરવામાં આવેલું ૧૧ લાખ રુદ્રાક્ષ સાથે ૧૫ ફુટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ.
ઘાટકોપર-ઈસ્ટના આચાર્ય અત્રે મેદાનમાં સમસ્ત સત્સંગી સેવા સમાજ ફાઉન્ડેશન દ્વારા ૧૮ માર્ચથી પ્રથમ વાર આયોજિત શિવકથામાં ૧૧ લાખ રુદ્રાક્ષ સાથે નિર્માણ થયેલું ૧૫ ફુટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ શિવલિંગ સાથે દ્વાદશ જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિ પણ ઊભી કરવામાં આવી છે.
આ બાબતની માહિતી આપતાં ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર દીપક મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ભવ્ય શિવલિંગને લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે જે દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યું છે. આ શિવલિંગ પર ૫૧ જળાભિષેક કરવામાં આવે છે જેનો ભાવિકો ૨૪ માર્ચ સુધી લાભ લઈ શકે છે.’
કથાનો સમય - કથાકાર રુદ્રાક્ષ વિશેષજ્ઞ પૂજ્ય બટુક વ્યાસ (ધરમપુરવાળા) દ્વારા રોજ સાંજના ૪ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધી શ્રી શિવકથા કરાવવામાં આવે છે.