16 July, 2025 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ક્રાઇમ બ્રાન્ચના યુનિટ છની ટીમે ઘાટકોપર-ઈસ્ટના છેડાનગર જંક્શન નજીક ગેરકાયદે હથિયારો રાખવા બદલ સોમવારે બપોરે ૨૩ વર્ષના રાજેશકુમાર કુંભાર ઉર્ફે ગુડ્ડુકુમાર અને ૨૧ વર્ષના અમિત શર્માની ધરપકડ કરી હતી. બન્ને પાસેથી આશરે ૧.૩૦ લાખ રૂપિયાની બે દેશી રિવૉલ્વર અને બે જીવંત કારતૂસ જપ્ત કરીને તેમની સામે આર્મ્સ ઍક્ટ અનુસાર ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.