જેમ અને જ્વેલરીના ઉત્પાદનની પ્રવૃત્તિ કોરોનાનાં ઇમર્જન્સી પગલાંમાંથી બાકાત

11 April, 2021 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ એમ કહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાઇરસના પ્રસારને રોકવા રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ અને વીક-એન્ડ લૉકડાઉન દરમ્યાન ઉત્પાદન એકમોને કામ કરનારા લોકોની મર્યાદિત સંખ્યા તેમ જ અન્ય પ્રતિબંધોનું પાલન કરતાં નિકાસ કામકાજ ચાલુ રાખવાની પરવાનગી આપી હોવાનું ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે ગઈ કાલે જણાવ્યું હતું. જેમ ઍન્ડ જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ ઉત્પાદન અને એને સંબંધિત પ્રવૃત્તિઓને બાકાત રાખવામાં આવશે એમ કહ્યું હતું. મીટિંગમાં રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગના મુખ્ય સચિવ અસીમ ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી કામકાજ શિફ્ટમાં કરી શકાય છે જેમ અને જ્વેલરી ઉત્પાદન અને એને સંલગ્ન પ્રવૃત્તિઓને નાઇટ કરફ્યુ તેમ જ દિવસ દરમ્યાન તેમ જ વીક-એન્ડમાં લોકોની અવરજવર પરના પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવે છે.

coronavirus covid19 mumbai mumbai news