ગણેશોત્સવ: મુંબઈથી કોંકણ જવા મફત ગણપતિ સ્પેશિયલ મોદી એક્સપ્રેસ ટ્રેનની જાહેરાત

14 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

"આ વર્ષે, અમે બે ખાસ ટ્રેનો દ્વારા આનંદને બમણો કરી રહ્યા છીએ જેથી વધુ ભક્તો તેમના વતનમાં ગણેશોત્સવ ઉજવી શકે. અમે આ યાત્રાને સરળ અને યાદગાર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ," મંત્રી રાણેએ જણાવ્યું, કોંકણના તમામ રહેવાસીઓને આ મફત સેવાનો લાભ લેવા વિનંતી કરી.

નિતેશ રાણે (તસવીર: X)

ગણેશચતુર્થી અને ગણેશોત્સવની ઉજવણી કરવા માટે મુંબઈથી અનેક લોકો કોંકણમાં રેલવે, બસ અને હાઇવે દ્વારા પ્રવાસ કરે છે. જોકે આ દરમિયાન ભારે ટ્રાફિસ સહિત ટ્રેન અને બસોમાં મોટી ભીડ જોવા મળે છે, અને ટિકિટો મળતી નથી, પરંતુ મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે દ્વારા એક એવી જાહેરાત કરી છે, જેનાથી લોકોને મોટી રાહત મળી છે. કોંકણવાસીઓ માટે એક મોટી પહેલમાં, મંત્રી નિતેશ રાણેએ ગણેશોત્સવ ઉત્સવ માટે મુંબઈથી કોંકણ સુધીની મુસાફરીને સરળ બનાવવા માટે બે ખાસ ગણપતિ મોદી એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે.

આ લોકપ્રિય સેવાના ૧૩મા વર્ષ નિમિત્તે, બે સ્પેશિયલ મોદી એક્સ્પ્રેસ ટ્રેનો ભક્તોને મફત મુસાફરી, ભોજન અને પાણી જેવી સેવા આપશે, જેનાથી ભક્તોને તેમના ગામ સુધી આરામદાયક મુસાફરી કરી શકે. ગણપતિ સ્પેશિયલ મોદી એક્સપ્રેસ ટ્રેનો ૨૩ અને ૨૪ ઑગસ્ટ, ૨૦૨૫ ના રોજ દાદર રેલવે સ્ટેશનથી સવારે ૧૧:૦૦ વાગ્યે ઉપડશે અને  ૨૩ ઑગસ્ટના રોજ, ટ્રેન રત્નાગિરિ અને કુડાલ ખાતે રોકાશે, અને તેનું અંતિમ સ્ટેશન સાવંતવાડી ખાતે રહેશે.

મંત્રી નિતેશ રાણેએ ટ્વીટ કરી આપી માહિતી

૨૪ ઑગસ્ટના રોજ, ટ્રેન વૈભવવાડી અને કંકાવલી ખાતે રોકાશે, અને સાવંતવાડી ખાતે પણ સમાપ્ત થશે. બન્ને ટ્રેનો દાદરના પ્લેટફોર્મ નંબર ૧૪ થી ઉપડશે. આ ખાસ ટ્રેનો માટે ટિકિટ વિતરણ સોમવાર, ૧૮ ઑગસ્ટ, ૨૦૨૫ થી શરૂ થશે. કોંકણ જનારા ગણેશ ભક્તોને ટિકિટ મેળવવા માટે તેમના સંબંધિત મંડળના પ્રમુખો પાસે તેમના નામ નોંધાવવા વિનંતી કરવામાં આવે છે. મંત્રી રાણેએ ભાર મૂક્યો કે આ પહેલ કોંકણના લોકો, ખાસ કરીને કંકાવલી, દેવગઢ અને વૈભવવાડીના લોકો, તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને રાણે પરિવારને સતત સમર્થન આપવા બદલ કૃતજ્ઞતાનું પ્રતીક છે.

"આ વર્ષે, અમે બે ખાસ ટ્રેનો દ્વારા આનંદને બમણો કરી રહ્યા છીએ જેથી વધુ ભક્તો તેમના વતનમાં ગણેશોત્સવ ઉજવી શકે. અમે આ યાત્રાને સરળ અને યાદગાર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ," મંત્રી રાણેએ જણાવ્યું, કોંકણના તમામ રહેવાસીઓને આ મફત સેવાનો લાભ લેવા વિનંતી કરી.

મુંબઈમાં શું છે ગણેશોત્સવની તૈયારી

મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પ્રશાસન અને પોલીસ પણ આ તહેવારને એકદમ શાંતિપૂર્ણ રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ૧૦ ઑગસ્ટ, રવિવારના રોજ શહેરમાં ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ ત્યારે, લાલબાગ, પરેલ અને દાદર જેવા મુખ્ય મંડળોમાંથી ગણપતિઓનું આગમન પરંપરાગત ઢોલ-નગારા સાથે થયું હતું. જોકે, તહેવારોની ઉજવણી પહેલા, મુંબઈ પોલીસે એક કડક ચેતવણી જાહેર કરી હતી કે તહેવાર દરમિયાન ડીજે પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ganesh chaturthi ganpati konkan nitesh rane narendra modi mumbai trains mumbai railways