Ganesh Chaturthi 2020: આ વર્ષે મુંબઇમાં ‘બાપ્પા’નું આવજો ધામધૂમ વગરનું

02 September, 2020 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ganesh Chaturthi 2020: આ વર્ષે મુંબઇમાં ‘બાપ્પા’નું આવજો ધામધૂમ વગરનું

35000થી વધુ પોલીસકર્મીઓ શહેર આખામાં તૈનાત કરાયા હતા

કોરોનાવાઇરસને કારણે બધો માહોલ મંદ છે અને આવામાં ગણેશ વિસર્જન પણ ધામધુમથી થાય તેવી કોઇ શક્યતાઓ નહોતી.  અનંત ચતુર્દશીનો દિવસ મુંબઇગરાંઓ માટે ઘણો શાંત રહ્યો.ગણેશોત્સવનો 11મો દિવસ અનંત ચતુર્દશી કહેવાય છે અને આ દિવસે ગણેશ વિસર્જનનો માહોલ રચાય છે જો કે આ વર્ષે તો કોરોના વાઇરસને પગલે હાર બંધ ગણપતિની મૂર્તિઓ, નાચતાં ડોલતાં લોકો કે ઢોલ નગારા કે ડીજે કાને ન પડ્યાં.મૂર્તિઓનાં વિસર્જન સમુદ્ર, સરોવર અને આર્ટિફિશ્યલ તળાવમાં કરાયા જે મ્યુનિસ્પલ કોર્પોરેશનને તૈયાર કર્યા હતા.સિવિક બૉડીઝ અનુસાર 6,015 ગણેશની મૂર્તિઓ જેમાં 369  જાહેર મંડળોની હતી તે સાંજે છ વાગ્યા સુધીમાં તો વિસર્જિત કરી દેવાઇ હતી.ભક્તોના નાનાં જૂથ જૂહુ, ગિરગાંવ, માર્વે, દાદર અને અન્ય દરિયા કાંઠે જતા દેખાયા હતા અને સાથે પૂઢચ્યા વર્ષે લૌકર યાનાં અવાજો પણ ગૂંજ્યા હતા.35000થી વધુ પોલીસકર્મીઓ શહેર આખામાં તૈનાત કરાયા હતા જેમણે ગલીઓ, રસ્તાઓ અને બીચીઝ પર તો નજર રાખી જ પણ આ સાથે 5000 સીસીટીવી કેમેરા દ્વારા પણ પોલીસને શહેરની પરિસ્થિતિનો ચિતાર મળી રહ્યો હતો.

ભીડ ટાળવા માટે પોલીસે લોકોને છેલ્લી આરતી અને પૂજા ઘરેથી નિકળતા પહેલાં જ કરી લેવાની અરજ કરી હતી અને જ્યાં વિસર્જન કરવાનું હોય ત્યાં એ ન કરવા તેવી સૂચના આપી હતી. દરેક મંડળ અને પંડાલને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને જ બધું અનુસરવાની સૂચના અપાઇ હતી જેથી વાઇરસના જોખમને પણ ટાળી શકાય.

ganesh chaturthi mumbai news coronavirus lockdown