રોડ-ઍક્સિડન્ટ વખતે મદદ કરવા માટે લોકો આગળ આવે એ માટે ગડકરીએ જાહેર કર્યો ૨૫,૦૦૦ રૂપિયાનો પુરસ્કાર

13 January, 2025 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકો આગળ આવે અને ઘાયલોને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે. પહેલાં આ માટે મદદકર્તાને પાંચ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવતું હતું

નીતિન ગડકરીએ ગઈ કાલે શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કર્યાં હતાં.

કેન્દ્રીય રોડ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જ્યારે પણ રોડ પર અકસ્માત થાય ત્યારે પહેલાં એક કલાક (ગોલ્ડન અવર)ની અંદર જો ઘાયલને સારવાર મળે તો તેના બચવાના ચાન્સિસ બહુ જ વધી જતા હોય છે. એથી લોકો આગળ આવે અને ઘાયલોને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે. પહેલાં આ માટે મદદકર્તાને પાંચ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવતું હતું. જોકે હવે વધુ ને વધુ લોકો આ ઉમદા કાર્ય કરવામાં આગળ આવે અને લોકોના જીવ બચાવે એના માટે ઇનામની રકમ પાંચગણી ‍વધારીને ૨૫,૦૦૦ કરવામાં આવી છે.’ 

nitin gadkari road accident religion religious places news mumbai mumbai news