બંધ જમ્બો કોવિડ સેન્ટર પર થઈ રહ્યો છે કરોડોનો ખર્ચ

14 June, 2021 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જમ્બો કોવિડ સેન્ટર પર દર મહિને લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

બીએમસીના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું કે જમ્બો કોવિડ સેન્ટર પર દર મહિને લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આમાં ડૉક્ટર્સથી લઈને સુરક્ષાકર્મચારીઓ અને દવાઓનો ખર્ચ સામેલ છે. આ જમ્બો કોવિડ સેન્ટર્સ માટે બધા કર્મચારીઓ આઉટ સોર્સિંગ કરવામાં આવે છે.

મુંબઇમાં કોરોના દર્દીઓની સમયસર સારવાર થઈ શકે, આથી બીએમસીએ ગયા વર્ષે જ જમ્બો કોવિડ કૅર સેન્ટર્સની ચેઇન તૈયાર કરી હતી. આ જમ્બો કોવિડ સેન્ટર્સ પર બીએમસી કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. કોવિડ કૅર સેન્ટર્સ જો બંધ પણ હોય તો બીએમસીને ખર્ચ થતો રહે છે. જો કે, બંધ કોવિડ સેન્ટર્સનો ખર્ચ 60 ટકા ઓછો થાય છે, પણ ખર્ચ અટકતો નથી.

જણાવવાનું કે હાલ બીએમસીના ત્રણ જમ્બો કોવિડ કૅર સેન્ટર્સ ચાલુ છે, જ્યારે ત્રણનું સમારકામ કરી તેને બંધ રાખવામાં આવ્યા છે. બીએમસી પ્રમાણે હાલ નેસ્કો, એનએસસીઆઇ અને ભાઇખલા કોવિડ સેન્ટર્સ ચાલુ છે, જ્યારે બાન્દ્રા બીકેસી, દહિસર અને મુલુંડ જમ્બો કોવિડ સેન્ટર્સ બંધ રાખવામાં આવ્યા છે. આ ત્રણેય જમ્બો કોવિડ સેન્ટર્સને તૌકતે સાઇક્લોન સમયે જ બંધ રાખવામાં આવ્યા છે. અસ્થાઇ રૂપે બનેલા આ ફીલ્ડ હૉસ્પિટલને એક વર્ષ પૂરું થઈ ગયું છે. આથી તેની મરમ્મત થવી જરૂરી છે, તેથી પ્રશાસને તેને બંધ કરી દીધા.

4500થી વધારે કર્મચારી
આ 6 જમ્બો કોવિડ સેન્ટર્સમાં 8,915 બેડની ક્ષમતા છે. અહીં 4,500થી વધારે કર્મચારીઓ કાર્યરત છે. આમાં ડૉક્ટર્સથી લઈને નર્સિસ, વૉર્ડ બૉય, સુરક્ષા કર્મચારી, ક્લીનિંગ સ્ટાફ વગેરે સામેલ છે.

બંધ સેન્ટર પર આવે છે 4 કરોડનો ખર્ચ 
હાલ બીકેસી, મુલુંડ અને દહિસર જમ્બો કોવિડ સેન્ટર્સ બંધ પડ્યા છે. તેને બંધ થયાની લગભગ એક મહિનો થવા આવ્યો છે. તેમ છતાં તેની જાળવણી પર કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. કાકણીએ જણાવ્યું કે કોરોના કેસ ઘટી રહ્યા છે. તેથી આ કોવિડ સેન્ટર્સ પર સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે. બંધ કોવિડ સેન્ટર્સમાં દવાથી લઈને ડૉક્ટર્સ, નર્સિસ, વૉર્ડ બૉય વગેરે પર થનારા ખર્ચમાં 60 ટકાનો ઘટાડો આવે છે. પ્રત્યેક બંધ સેન્ટર પર ખર્ચની રકમ 4 કરોડ થઈ જાય છે.

Mumbai News Mumbai coronavirus covid19