ફ્રન્ટલાઇનર્સ અને કો-મૉર્બિડિટીઝ ધરાવતા વરિષ્ઠ નાગરિકોને કાલથી મળશે બૂસ્ટર ડોઝ

09 January, 2022 12:16 PM IST  |  Mumbai | Prajakta Kasale

ઑનલાઇન બુકિંગ તેમ જ વૉક-ઇન સુવિધા એમ બન્ને રીતે ખાનગી તેમ જ જાહેર રસીકરણ કેન્દ્રો પરથી તેઓ વૅક્સિન લઈ શકશે

ફાઈલ તસવીર

શહેરમાં આવતી કાલથી શરૂ થઈ રહેલા બૂસ્ટર ડોઝ માટે લગભગ ૧.૯૦ લાખ લોકો પાત્ર છે. આમાંથી ૮૯,૦૦૦ હેલ્થકૅર વર્કર્સ છે, જ્યારે ૮૩,૦૦૦ ફ્રન્ટલાઇન વર્કર્સ છે. એક અંદાજ મુજબ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ૨.૩૩ લાખ લોકોને બૂસ્ટર ડોઝ મળી શકશે. ઑનલાઇન બુકિંગ તેમ જ વૉક-ઇન સુવિધા એમ બન્ને રીતે ખાનગી (કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલી કિંમતે) તેમ જ જાહેર (નિ:શુલ્ક) રસીકરણ કેન્દ્રો પર મળી શકશે. ઑનલાઇન બુકિંગની ગઈ કાલ સાંજથી શરૂઆત થઈ ગઈ છે. 
હૉસ્પિટલો અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં કોવિડ સંક્રમણનું પ્રમાણ ઊંચું હોવાથી હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવા જરૂરી બન્યા છે. ૧૫થી ૧૮ વર્ષના કિશોરો માટેનો ડોઝ ત્રીજી જાન્યુઆરીથી શરૂ કરાયા બાદ હવે બીએમસી ફ્રન્ટલાઇનર્સ અને કો-મૉર્બિડિટીઝ ધરાવતા વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર (પ્રિકૉશન) ડોઝ આપવાની શરૂઆત કરી રહી છે. 
કેન્દ્રના આદેશા અનુસાર કોવિડ-19 વૅક્સિનનો બૂસ્ટર ડોઝ અગાઉના બે ડોઝની જ શ્રેણીનો લેવાનો રહેશે. બીએમસીના જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યા અનુસાર વરિષ્ઠ નાગરિકોએ કો-મૉર્બિડિટીઝ પુરવાર કરવા ડૉક્ટરના સર્ટિફિકેટની આવશ્યકતા નથી. 
બીએમસીએ જણાવ્યા અનુસાર નાગરિકની શ્રેણીમાં નામ નોંધાવનારા ફ્રન્ટલાઇન વર્કર્સ પોતાનું ઓળખકાર્ડ બતાવ્યા બાદ તેમ જ ઑનલાઇન રજિસ્ટ્રેશન બાદ જાહેર કેન્દ્રો પર રસી લઈ શકશે. અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ કિશોરો સહિત કુલ ૧.૯૧ કરોડ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે ૮૨.૬૯ લાખ લોકોએ બન્ને ડોઝ લીધા છે.

હેલ્થકૅર વર્કર્સ - ૮૯,૩૭૮
ફ્રન્ટલાઇન વર્કર્સ  - ૮૩,૫૦૧
વરિષ્ઠ નાગરિકો - ૧૬,૯૪૩
૪૫થી ૫૯ વર્ષના કો-મૉર્બિડિટીઝ નાગરિકો - ૫૪૯૫ (હાલમાં બૂસ્ટર ડોઝ માટે પાત્ર નથી)

mumbai mumbai news coronavirus covid19 vaccination drive covid vaccine prajakta kasale