બાળ ઠાકરેના પૌત્રના નામે સોશ્યલ મીડિયા કૌભાંડ? જાણા કેવી રીતે...

09 October, 2020 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાળ ઠાકરેના પૌત્રના નામે સોશ્યલ મીડિયા કૌભાંડ? જાણા કેવી રીતે...

ફેક પ્રોફાઈલનું સ્ક્રિનશોટ

બાળ ઠાકરેના પૌત્ર નિહાર ઠાકરે તાજેતરમાં જ ફેક પ્રોફાઈલ કૌભાંડનો શિકાર બન્યો છે, જેમાં કૌભાંડ કરનારાઓ પ્રતિષ્ઠિત સમૃદ્ધ લોકોની નકલી પ્રોફાઈલ બનાવીને તેમના કોન્ટેક્ટના મિત્રો અને કુટુંબીઓ પાસે પૈસા પડાવતા હોય છે.

મુંબઈ મિરરમાં આવેલા રિપોર્ટ અનુસાર બાળ ઠાકરેના પુત્ર બિંદુમહાદેવના પુત્ર નિહારે કહ્યું કે, મે હજી પોલીસ ફરિયાદ કરી નથી પરંતુ કાયદાકીય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. નિહાર એક વકીલ છે.

તેમણે કહ્યું કે, મને બુધવારે આ સમગ્ર બાબતની ખબર પડી કારણ કે મને ફેસબુકમાં ઢગલો મેસેજીસ આવ્યા હતા. આ મેસેજીસમાં બધા મારી તબિયત પૂછતા હતા. મે જ્યારે મિત્રોને પૂછ્યું ત્યારે મને ખબર પડી કે મારી ફેક પ્રોફાઈલના માધ્યમે તબીબી સારવારના નામે બધા પાસેથી વીસથી પચ્ચીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા છે. લગભગ 40 જેટલા લોકો પાસેથી પૈસા લેવાયા છે.

આ ફેક પ્રોફાઈલ મિત્રોને રિપ્લાય પણ કરતો કે સવારે તે પૈસા પરત આપી દેશે. ફેક પ્રોફાઈલની ઈન્ફોમાં જણાવવામાં આવ્યું છે કે નિહાર બીઆરએમ ગર્વમેન્ટ લો કોલેજમાંથી ભણ્યો છે પરંતુ હકીકતમાં તે ગર્વમેન્ટ લો કોલેજમાં અમૂક કોર્સ ઉપરાંત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણ્યો છે.

ફેક પ્રોફાઈલમાં નિહારને એડવોકેટ જનરલ બતાવવામાં આવ્યો છે. નિહારે કહ્યું કે, મહામારીને લીધે મે હજી પોલીસ ફરિયાદ નોંધાવી નથી પરંતુ મે કાયદાકીય વિકલ્પો ખૂલ્લા રાખ્યા છે. 

bal thackeray mumbai facebook