જાહેરમાં તલવારનું વેલ્ડિંગ કરતી ચાર વ્યક્તિની ધરપકડ

07 December, 2022 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રીજી ડિસેમ્બરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કાર્યક્રમ દરમ્યાન તલવારોનું વેલ્ડિંગ કરવા બદલ પોલીસે બે બિલ્ડર સહિત ચાર શખસોની ધરપકડ કરી છે.

શહેર પોલીસે સત્તાવાર યાદીમાં જણાવ્યું કે ત્રીજી ડિસેમ્બરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ તલવાર વડે તેની બર્થ-ડે કેક કાપી રહી હતી અને અન્ય ત્રણ વ્યક્તિ તલવારનું વેલ્ડિંગ કરી રહી હતી.

શિળ-ડાયઘર પોલીસે આ મામલાની તપાસ હાથ ધરીને આઇપીસી અને આર્મ્સ ઍક્ટની સુસંગત જોગવાઈઓ હેઠળ ત્રણ ગુના દાખલ કર્યા હતા. પોલીસની તપાસટીમે સોમવારે આ કિસ્સામાં ચાર લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ૩૫ અને ૪૦ વર્ષના બે બિલ્ડર, ૩૮ વર્ષના રિક્ષા-ડ્રાઇવર અને ૨૩ વર્ષના સ્થાનિક રહેવાસીનો સમાવેશ છે એમ પોલીસે જણાવ્યું હતું.

mumbai mumbai news Crime News mumbai crime news thane thane crime