મહારાષ્ટ્રમાં પ્રવાસી શ્રમિકોની બસનો અકસ્માત: ચારના મોત, 22 ઘાયલ

19 May, 2020 10:57 AM IST  |  Yavatmal | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં પ્રવાસી શ્રમિકોની બસનો અકસ્માત: ચારના મોત, 22 ઘાયલ

તસવીર સૌજન્ય: એએનઆઈ

કોરોના વાયરસ (COVID-19)ને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે અટવાયેલા પરપ્રાંતિય શ્રમિકો પોતાના ગામ જવા માટે પગપાળા કે રસ્તા માર્ગે પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે દરરોજ કોઈકને કોઈ રાજ્યમાં અકસ્માત થાય છે અને અનેક પ્રવાસી મજુરો તેમા ઘાયલ થાય છે અને મૃત્યુ પામે છે. આજે માહારાષ્ટ્રમાં વધુ એક અકસ્માત થયો છે અને પ્રવાસી શ્રમિક મજુરોએ જીવ ગુમાવ્યો છે. મંગળવારે વહેલી સાવરે મહારાષ્ટ્રના યવતમાલમાં ડમ્પરે પ્રવાસી શ્રમિકોની બસને ટક્કર મારતા ચાર મજુરોનું મૃત્યુ થયું છે અને 22 મજુરો ઘાયલ થયા છે.

મળતી માહિતિ પ્રમાણે, મંગળવારે સવારે પ્રવાસી શ્રમિકોને ઝારખંડ લઈ જઈ રહેલી બસી જ્યારે યવતમાલ પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલા એક ડમ્પરે તેને ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. દુર્ઘટનામાં ચાર લોકોનું મૃત્યુ થયું હતું અને 22 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જ્યારે ઘટનાસ્થળે પોલીસે રાહત અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું.

ઘટનાસ્થળે સ્થાનિકોની મદદથી પોલીસે બસ અને ડમ્પરમાં સવાર લોકોને બહાર કાઢીને નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માતનું કારણ જાણવાના પ્રયત્નો ચાલુ છે.

lockdown maharashtra yavatmal