સરકારી કૉન્ટ્રૅક્ટર સાથે ૧૦.૮ કરોડની છેતરપિંડી : ૪ વ્યક્તિ સામે કેસ નોંધાયા

16 April, 2024 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓ તેમની ઇલેક્ટ્રિક ગુડ્સ બનાવતી કંપનીના યુનિટ વેચવાના હતા અને એ માટે તેમણે દસ્તાવેજ બતાવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

અંધેરીના મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ કૉર્પોરેશન લિમિટેડ (MIDC)માં અને પાલઘરમાં ઇલેક્ટ્રિકલ સામાન બનાવવાના યુનિટ વેચવાના નામે એક સરકારી કૉન્ટ્રૅક્ટરને બનાવટી દસ્તાવેજ બતાવીને ૧૦.૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ થાણેના શ્રીનગર પોલીસે એક દંપતી સહિત કુલ ૪ જણ સામે કેસ નોંધ્યા છે.વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમ હેઠળ નોંધાયેલા કેસમાં દંપતી બે કંપનીમાં ડિરેક્ટર છે. આ છેતરપિંડીમાં બીજા અન્ય બે જણ સામેલ છે. ફરિયાદીએ જણાવ્યું કે ‘આરોપીઓ તેમની ઇલેક્ટ્રિક ગુડ્સ બનાવતી કંપનીના યુનિટ વેચવાના હતા અને એ માટે તેમણે દસ્તાવેજ બતાવ્યા હતા. ત્યાર બાદ મેં યુનિટની મુલાકાત લીધી હતી. એ પછી મેં ૫.૮૨ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. થોડા દિવસ બાદ તપાસ કરતાં મને જણાયું હતું કે એ દસ્તાવેજ બનાવટી છે. આરોપીઓએ ઓરિજિનલ દસ્તાવેજ આપ્યા જ નહોતા અને જગ્યાના શૅર ટ્રાન્સફર કરવાની ના પાડી દીધી હતી. આરોપીઓએ તેમની થાણેની ઑફિસ પણ બંધ કરી દીધી હતી, જેથી મેં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’ફરિયાદીએ શરૂઆતમાં ૪.૯૮ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

mumbai news social media andheri Crime News