કોકિલાબેન હોસ્પિટલમાં 80 વર્ષનાં પૂર્વ મેયર Covid-19માંથી રિકવર

27 August, 2020 06:51 PM IST  |  Mumbai

કોકિલાબેન હોસ્પિટલમાં 80 વર્ષનાં પૂર્વ મેયર Covid-19માંથી રિકવર

પૂર્વ મેયર મહાદેવ દેવળે અને ન્યૂરોલોજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ

મુંબઈના પૂર્વ મેયર શ્રી મહાદેવ દેવળે માટે આ આનંદદાયક પ્રસંગ હતો, કારણ કે એમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધા પછી રજા મળી હતી અને હવે તેઓ એમના પરિવારજનો સાથે ઘરે ગણેશોત્સવની ઉજવણી કરશે. કોવિડ-19ના ઇન્ફેક્શનનું નિદાન થયા પછી શ્રી દેવળેને એમની ઉંમર અને શરીરનાં અન્ય જુદાં જુદાં અંગો સાથે સંબંધિત જટિલતાઓને કારણે અનેક પડકારોનો સામનો કરીને તથા મેડિકલ ટીમના અવિરત પ્રયાસોને કારણે સાજાં થયા હતા. વ્હીલચેરમાંથી આઇસીયુમાં સાજાં થવાની એમની 20 દિવસની સફરમાં એમને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો અને એમને વિવિધ શાખાની અદ્યતન સારવાર આપવામાં આવી હતી. જ્યારે તેમની આ સફર અન્ય દર્દીઓ માટે નોંધપાત્ર અને પ્રેરક છે, ત્યારે આધુનિક તબીબી સારવારની સફળતા અને ડૉક્ટરોની કટિબદ્ધતાનો પુરાવો છે.

જુલાઈ મહિનાની મધ્યમાં 80 વર્ષની વય ધરાવતા શ્રી દેવળેને હળવા કફ અને હાઈ બ્લડપ્રેશરની સારવાર માટે કેડીએએચમાં લાવવામાં આવ્યાં હતાં. તેમનું પરીક્ષણ કરતાં તેમને હળવો તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જણાઈ હતી. પછી એમના શરીરમાં ઓક્સિજનનું સ્તર ચકાસવામાં આવ્યું હતું, જે અતિ ઓછું હોવાની જાણકારી મળી હતી. તાત્કાલિક તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં અને પછી ગંભીર ન્યૂમોનિયા સાથે કોવિડ-19ની પુષ્ટિ થઈ હતી. તેમની તબિયત વધારે કથળી હતી અને તેમને વેન્ટિલેટર પર લેવામાં આવ્યાં હતાં. કેડીએએચના સેન્ટર ફોર ન્યૂરોસાયન્સિસના કન્સલ્ટન્ટ ન્યૂરોલોજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલે કહ્યું હતું કે, “જ્યારે તેમને સારવાર માટે ભરતી કરવામાં આવ્યાં, ત્યારે તેમના ફેંફસાની સાથે હૃદયની કામગીરી પણ નબળી હતી. તેઓ થોડો સમય ડીપ કોમામાં સરકી ગયા હતા. જ્યારે તેમને ભાન આવ્યું હતું, ત્યારે તેઓ મૂંઝવણમાં હતા અને તેમનું વલણ અકળ હતું. તેમની નાજુક તબિયત અને રોગની તીવ્રતાને કારણે ત્રણ અઠવાડિયા સુધી MRI કરવા શક્ય નહોતો. છેવટે જ્યારે અમે MRI કર્યો હતો, ત્યારે એકથી વધારે નાનાં સ્ટોકનું નિદાન થયું હતું. અમને એવું જણાયું હતું કે, SARS-CoV-2 વાયરસે મગજના કોષોને અસર કરી હશે.”

જ્યારે કોવિડ-19 મુખ્યત્વે ફેંફસાને અસર કરતો શ્વાસોશ્વાસ સાથે સંબંધિત રોગ છે, જેમાં સામાન્ય ચિહ્નો તાવ, સૂકો કફ, થાક અને સ્નાયુઓમાં દુઃખાવો છે, ત્યારે એની શરીરના અન્ય અંગો પર પણ અસર થાય છે, જેમાં હૃદય, મગજ, કિડની અને પાચન વ્યવસ્થા સામેલ છે. કેડીએએચમાં ગંભીર કોવિડ-19 ધરાવતા આશરે 350 દર્દીઓનો અભ્યાસ દર્શાવે છે કે, આશરે 20 ટકા દર્દીઓ ન્યૂરોલોજિકલ સમસ્યાઓ ધરાવતા હતા અને એમાંથી 40 ટકા ગંભીર ન્યૂરોલોજિકલ જટિલતાઓથી પીડિત હતા, ખાસ કરીને ગંભીર ન્યૂમોનિયા  ધરાવતા તથા 20 ટકા સ્ટ્રોકથી પીડિત હતા. કેટલાંક દર્દીઓને આંચકી આવવાનું શરૂ થયું હતું અને કોમામાં પણ સરકી ગયા હતા. અન્ય તારણોમાં નોન-ડાયાબેટિક્સમાં પણ બ્લડ શુગરના સ્તરને અસર કરતું અંતઃસ્ત્રાવનું અસંતુલન તથા જીવલેણ બની શકે એવો અતિ અનિયંત્રિત તાવ સામેલ હતા.

જ્યારે ન્યૂરોલોજિકલ સમસ્યાઓ ધરાવતા કેટલાંક દર્દીઓ કોઈ પણ પ્રકારનાં જોખમકારક પરિબળો ન ધરાવતા 20થી 30 વર્ષ વચ્ચેની વય ધરાવતા  હતા, ત્યારે આ દર્દીઓ ગંભીર સ્ટ્રોકથી પીડિત હતા. શ્રી દેવળેની જેમ આ દર્દીઓને પણ ઇન્ટેન્સિવ કેર અને અદ્યતન સારવારની જરૂર હતી. સંપૂર્ણ સારવારની શક્યતા સુધારવા વહેલાસર હોસ્પિટલમાં સારવાર મદદરૂપ થાય છે. કેડીએએચના સેન્ટર ફોર ન્યૂરોસાયન્સિસના કન્સલ્ટન્ટ ન્યૂરોલોજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલે ઉમેર્યું હતું કે, “સ્ટ્રોક કે આંચકી-તાણ જેવા ન્યૂરોલોજિકલ ચિહ્નો વિકસતા તમામ દર્દીઓમાં કોવિડ-19ની ચકાસણી કરવી મહત્ત્વપૂર્ણ છે. કોવિડ-19નું વહેલાસર નિદાન મહત્ત્વપૂર્ણ છે, જેથી દર્દીઓને કેમિકલ અને મિકેનિકલ ક્લોટ બસ્ટર્સ સાથે સમયસર અને અસરકારક સારવાર આપી શકાશે.”

શ્રી મહાદેવ દેવળે કેન્સરની સફળતાપૂર્વક સારવાર લીધી છે અને હાયપરટેન્શનના દર્દી છે. કોવિડ-19માં એમનું સાજું થવું એ એમના માટે ‘પુનર્જન્મ’ સમાન છે. અનિદ્રા અને સુસ્તી સાથે મૂંઝવણ સ્વરૂપે શરૂ થઈને કોવિડ-19ની જટિલતા ફેંફસા, મગજ અને હૃદય જેવા વિવિધ અંગોને અસર કરે છે. આ પ્રકારનાં કેસમાં કોવિડ-19ના મેનેજમેન્ટ અને સપોર્ટિવ કેર સાથે સારવાર કરવા એકથી વધારે શાખાના અભિગમની જરૂર હતી, જેમાં સ્ટ્રોક, હૃદયની સમસ્યાઓ અને ઝડપથી ન્યૂરો-રિહેબિલિટેશનની સારવાર સામેલ હતી, જે શ્રી દેવળેની સફળ રિકવરી તરફ દોરી ગઈ હતી.

kokilaben dhirubhai ambani hospital covid19