મિડ-ડેના ભૂતપૂર્વ આર્ટ ડિરેક્ટર અતાઉલ્લા ખાનનું નિધન

21 June, 2020 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડ-ડેના ભૂતપૂર્વ આર્ટ ડિરેક્ટર અતાઉલ્લા ખાનનું નિધન

અતાઉલ્લા ખાન

‘મિડ-ડે’ના ભૂતપૂર્વ આર્ટ-ડિરેક્ટર અતાઉલ્લા ખાનનું શુક્રવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં કોરોનાને કારણે નિધન થયું હતું, તેઓ ૬૮ વર્ષના હતા. તેમને શારીરિક તકલીફ થતાં પાંચમી જૂને જેદ્દાહમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ તેમનો કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમની કોરોનાની સારવાર ચાલુ હતી. શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરીનો સમાવેશ થાય છે.

અતાઉલ્લા ખાન ‘મિડ-ડે’માં અતાભાઈના નામે જાણીતા હતા. પેજ- ડિઝાઇનિંગના તેઓ કાબેલ કલાકાર હતા. ઇંગ્લિશ ‘મિડ-ડે’ જ્યારે લૉન્ચ થયું ત્યારથી તેઓ એની સાથે સંકળાયેલા હતા. અતાઉલ્લા ખાન ફિલ્મોના અને ફિલ્મ-સંગીતના શોખીન હતા. ‘મિડ-ડે’ ગ્રુપના ઉર્દૂ પેપર ‘ઇન્કિલાબ’માં તેઓ નિયમિત ‘નૉસ્ટેલ્જિયા’ નામની કૉલમ લખતા. સદાય હસમુખા રહેતા અતાઉલ્લા ખાન જ્યારે નવરાશની પળો મળે ત્યારે મોહમ્મદ રફીનાં ગીતો ગાતા અને સહકર્મીઓને ખુશ રાખતા.

mumbai mumbai news gujarati mid-day coronavirus covid19