અઠવાડિયામાં ત્રીજી વખત કોરોનાની પૉઝિટિવિટી ૧૫ ટકાની ઉપર : ૨૨૫૫ કેસ નોંધાયા

18 June, 2022 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે વધુ નવા કેસ નોંધાવાની સામે ૧૯૫૪ કોવિડ દરદી ઠીક થવાથી ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૩,૩૦૪ થઈ છે. ૨૪ કલાકમાં ૧૨,૩૨૯ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ્સને ટ્રેસ કરવામાં આવ્યા હતા.

અઠવાડિયામાં ત્રીજી વખત કોરોનાની પૉઝિટિવિટી ૧૫ ટકાની ઉપર : ૨૨૫૫ કેસ નોંધાયા

મુંબઈમાં કોરોનાનું જોખમ સતત આગળ વધી રહ્યું છે. અઠવાડિયામાં ગઈ કાલે ત્રીજી વખત પૉઝિટિવિટી ૧૫ ટકાની ઉપર નોંધાઈ હતી. ગઈ કાલે ૧૫.૩૯ ટકા પૉઝિટિવિટી સાથે ૨૨૫૫ નવા કેસ નોંધાયા હતા. મુંબઈ બીએમસીએ કોરોનાને ફેલાતો રોકવા માટે દરરોજ ૩૦થી ૪૦ હજાર ટેસ્ટ કરવાનું લક્ષ્ય રાખ્યું હોવા છતાં ગઈ કાલે પણ ફક્ત ૧૪,૬૪૩ કોવિડ-ટેસ્ટ થઈ હતી. આ સાથે ગઈ કાલે વધુ બે દરદીએ જીવ ગુમાવ્યો હોવાથી કુલ મરણાંક ૧૯,૫૮૦ થયો હતો.
મુંબઈમાં ગઈ કાલે ૨૨૫૫ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી ૯૫ ટકા એટલે કે ૨૧૪૫ કેસ એસિમ્પ્ટોમૅટિક હતા તો ૧૧૦ લોકોને સામાન્ય હૉસ્પિટલમાં અને ૧૬ દરદીને ઑક્સિજનની જરૂર પડતાં એની સુવિધા ધરાવતી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. આ સાથે બન્ને પ્રકારની હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીની સંખ્યા ૬૪૫ થઈ હતી. ગઈ કાલે વધુ નવા કેસ નોંધાવાની સામે ૧૯૫૪ કોવિડ દરદી ઠીક થવાથી ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૩,૩૦૪ થઈ છે. ૨૪ કલાકમાં ૧૨,૩૨૯ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ્સને ટ્રેસ કરવામાં આવ્યા હતા.

Mumbai mumbai news coronavirus covid19 covid vaccine