પ્રથમ વાર ભારતમાં જે. ડી. સર્જિકલે બનાવ્યું છે માય સેફટી કાર્ડ

26 June, 2020 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પ્રથમ વાર ભારતમાં જે. ડી. સર્જિકલે બનાવ્યું છે માય સેફટી કાર્ડ

માય સૅફ્ટી કાર્ડ ભારતમાં પેટન્ટ કરાયું છે.

લૉકડાઉન બાદ મુંબઈમાં કામ કરવા નીકળનારને વિચાર આવે કે એવું કંઇ હોય જેનાથી આપણી આસપાસનો વિસ્તાર જીવાણુ, વિષાણુરહિત થઈ જાય તો? ભારતમાં પહેલીવાર જે. ડી. સર્જિકલે એક પોર્ટેબલ સ્ટરિલાઇઝેશન કાર્ડની શોધ કરી છે.

આઇડેન્ટિટી કાર્ડની જેમ ગળામાં આ સ્ટરાઇલ કાર્ડ પહેરતાં જ આપણા શરીરથી ૧ ઘન મીટર (ક્યુબિક મીટર) સુધીના વિસ્તારમાં કોઈ પણ સૂક્ષ્મ જંતુ અથવા વિષાણુ ટકતા નથી.આ કાર્ડમાં શક્તિશાળી બિનઝેરી રાસાયણિક તત્વો છે. તેની કોઈ આડઅસર નથી.‘માય સેફટી કાર્ડ’ બાળકો સુદ્ધાં પહેરી શકે છે. તેમાં ક્લોરિન ડાયોક્સાઇડ અને નીલગિરિનો અર્ક છે જે આ કાર્ડધારકને તાજગી અર્પે છે.

જે. ડી. સર્જિકલના સ્થાપક દિલીપ પંચાલે કહ્યું,‘આ કાર્ડની કલ્પના મારી નવપ્રવર્તક પુત્રી અને આ કંપનીની ડિરેક્ટર નેહલની છે. તે આદિત્ય ઇન્સ્ટિટ્યૂટ - બોરીવલીથી એમબીએ કરે છે. મારો ૨૧ વર્ષનો પુત્ર રાહુલ પણ ડિરેક્ટર છે અને પ્રોડક્શન અને માર્કેટિંગનું કાર્ય તેઓ બખૂબી સંભાળે છે.’

ડિરેક્ટર નેહલ પંચાલ કહે છે,‘મને થયું કે એવી પ્રોડક્ટ હોવી જોઈએ જે બહારના સૂક્ષ્મ જીવાણુવિષાણુઓથી આપણી રક્ષા કરે. માર્કેટમાં આવી કોઈ પ્રોડક્ટ છે કે નહીં એ વિશે મેં શોધ્યું ત્યારે જાણ્યું કે અમુક ઍન્ટિબૅક્ટેરિયલ કાર્ડ મળે છે પણ તે સ્વદેશી નથી. બસ, મેં નિર્ધાર કર્યો કે‘ ‘મેડ ઇન ઇન્ડિયા’ના ટૅગ સાથે લોકલી પ્રચલિત થાય એક પ્રોડક્ટ બનવી જ જોઇએ.’

બજારમાં આવા ઘણાં ચાઇનીઝ બનાવટી કાર્ડ મળે છે. દિલીપભાઈ કહે છે, ‘આ ભાઈ બહેને બનાવેલું ‘માય સેફ્ટી કાર્ડ’ આવતી રક્ષાબંધનમાં  ઉત્તમ ભેટ સાબિત થઈ શકે છે.’ માય સૅફ્ટી કાર્ડ ભારતમાં પેટન્ટ કરાયું છે. 

કાર્ડ વિશે

તેનું નામ માય સેફટી કાર્ડ

ISO, CE અને FDA દ્વારા પ્રમાણિત

વાજબી દરમાં ઉપલબ્ધ

સીલ્ડ કાર્ડ ખોલ્યા પછી ૩૦ દિવસ ચાલે, સીલ્ડ હોય તો ૩ વર્ષ સુધી ટકે

તે મેડ ઇન ઇન્ડિયા, વોકલ ટુ લોકલ છે

વિશેષતા

કોઇપણ વયની વ્યક્તિ પહેરી શકે

જીવાણુનાશનો રેટ (સ્ટરિલાઇઝેશન રેટ) ૯૯.૯ ટકા

પહેરનારનાં ૧ ઘન મીટરના વિસ્તારમાં જીવાણુ-વિષાણુનો નાશ

લેનયાર્ડથી સરળ વપરાશ 

ક્યાં વાપરી શકાય

જાહેર સ્થળ

ઑફિસ

સ્કૂલ-કૉલેજ

શૉપિંગ મૉલ

જાહેર પરિવહન

ઘરે

  

health tips mumbai news coronavirus covid19