મહારાષ્ટ્રમાં મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના 8 માંથી 5 કેસ મુંબઈના

05 January, 2021 09:17 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મહારાષ્ટ્રમાં મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના 8 માંથી 5 કેસ મુંબઈના

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં એન્ટ્રી કર્યા બાદ યુકેનો કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મહારાષ્ટ્રમાં પણ એન્ટર થયો છે. કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી મહારાષ્ટ્રના ૮ વ્યક્તિ સંક્રમિત મળ્યા છે. આ સાથે દેશમાં નવા સ્ટ્રેનથી સંક્રમિતોનો આંકડો ૩૭ પર પહોંચ્યો છે. બ્રિટનથી ભારત પાછા ફરેલા જે લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત મળી આવ્યા છે એમાંથી મુંબઈનાં પાંચ, થાણેનો ૧, પુણેનો ૧ અને મીરા રોડ-ભાઈંદરનો ૧ જણ છે. સંક્રમિત થયેલાઓને અલગ કરીને તેમના કૉન્ટૅક્ટમાં આવેલા લોકોનું તેમ જ પરિવારના લોકોનું કૉન્ટૅક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે એવી માહિતી સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપી હતી.

coronavirus covid19 maharashtra mumbai mumbai news urvi shah-mestry