દાદરના અગર બજાર વિસ્તારમાં ભીષણ આગ

21 October, 2020 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દાદરના અગર બજાર વિસ્તારમાં ભીષણ આગ

પ્રતીકાત્મક તસવીર

દાદર (Dadar)ના અગર બજાર વિસ્તારમાં આગ લાગવાની ઘચના સામે આવી છે. અગર બજારના એક ચિકન શૉપમાં આગ લાગી છે. આ આગ (Fire) બુધવારે સવારે 6 વાગ્યે લાગી, જેમાં દુકાનને ભારે નુકસાન થયું છે.

મળતી માહિતી પ્રમાણે આ આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી છે, અને દુકાનદાર પણ આવું જ કહી રહ્યા છે. ચિકન સ્ટોરેજ શૉપની દુકાનમાં 2 મોટા રેફ્રિજરેટર હતા. જો કે, આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવામાં લાગી ગઈ.

આગ એક જ દુકાનમાં લાગી, અને અન્ય દુકાનોને આને કારમે કોઇ નુકસાન થયું નથી. આની સાથે જ સારા સમાચાર એ પણ છે કે આ દુર્ઘટનામાં કોઇના ઇજાગ્રસ્ત થવાના કે મૃત્યુના સમાચાર પણ નથી. પણ હા આ ઘટનામાં દુકાનનો બધો જ સામાન બળીને રાખ થઈ ગયો છે. અગર બજાર પરિસર ભારે ભીડવાળો વિસ્તાર છે, અહીં દરેક સમયે લોકોની ભારે ભીડ જોવા મળે છે.

dadar mumbai mumbai news