BJYM કાર્યકર્તાઓ સાથે મુઠભેડ મામલે શિવસેનાના 7 નેતાઓ વિરુદ્ધ FIR નોંધાઇ

17 June, 2021 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય જનતા યુવા મોર્ચા અને શિવસેના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ મામલે પોલીસે શિવસેનના સાત નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ પ્રાથમિકી નોંધી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઇના દાદરમાં શિવસેના મુખ્યાલયની બહાર ભારતીય જનતા યુવા મોર્ચા અને શિવસેના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ મામલે પોલીસે શિવસેનના સાત નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ પ્રાથમિકી નોંધી છે.

મળતી માહિતી પ્રમાણે, "માહિમ પોલીસે ભારતીય જનતા યુવા મોર્ચા કાર્યર્તાઓ અને શિવસેના વચ્ચે મારપીટ સંબંધે શિવસેનાના સાત કાર્યકર્તાઓ વિરુદ્ધ પ્રાથમિકી નોંધી છે. આ પ્રાથમિકી ભારતીય દંડ સંહિતાની કલમ 141, 143, 147, 149, 392, 324, 323, 354, અને 509 હેઠળ નોંધવામાં આવી છે."

જણાવવાનું કે બુધવારે ભારતીય જનતા યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ સોદામાં કહેવાતા ઘોટાળા મામલે શિવસેની ટીકાને લઈને દાદરમાં શિવસેના ભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું, જેના પછી બન્ને દળોના સભ્યો વચ્ચે મારપીટ થઈ. ઘટના પછી, પોલીસે ઓછામાં ઓછા 40 ભારતીય જનતા યુવા મોર્ચાના કાર્યકર્તાઓને અટકમાં લીધા.

ભાજપની યુવા શાખાએ મંગળવારે શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયને પ્રકાશિત કર્યા પછી દાદરમાં શિવસેના મુખ્યાલય અને શિવસેના ભવનની બહાર વિરોધ માર્ચનું આહ્વાન કર્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ સોદામાં કહેવાતા ઘોટાળા મામલે હસ્તક્ષેપ કરવા માટે કહેવામાં આવ્યું હતું. શિવસેનાના મુખપત્ર સામનાએ પીએમ નરેન્દ્ર મોદીને આ નક્કી કરવા માટે કહેવામાં આવ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં `ઘોટાળાનો ધબ્બો` ન હોય કારણકે આ એક `રાષ્ટ્ર ગૌરવનો વિષય` છે.

Mumbai mumbai news shiv sena dadar bharatiya janta yuva morcha