પાયલ ઘોષના આરોપોને આધારે અનુરાગ કશ્યપ વિરુદ્ધ નોંધાઈ એફઆઇઆર

23 September, 2020 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાયલ ઘોષના આરોપોને આધારે અનુરાગ કશ્યપ વિરુદ્ધ નોંધાઈ એફઆઇઆર

અનુરાગ કશ્યપ

અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)ના જાતિય શોષણના આરોપ બાદ મુંબઈ પોલીસે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. જોકે ફિલ્મમેકરે આ આરોપોને પહેલા જ પાયાવિહોણા ગણાવ્યા છે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, અભિનેત્રી પાયલ ઘોષે પોતાના વકીલ નીતિન સાતપુતેની સાથે પોલીસને ફરિયાદ કર્યા બાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાત્રે એફઆઇઆર નોંધવામાં આવી છે. અધિકારીએ જણાવ્યુ કે, આઇપીસી કલમ 376 (I), 354, 341 અને 342 અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલુ છે. સાત વર્ષ જુના (2013ના) કેસમાં પુછપરછ માટે અનુરાગ કશ્યપને બોલાવવામાં આવશે. અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં કશ્યપ પર 2013માં વર્સોવામાં યરી રોડ સ્થિત તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, અભિનેત્રી અને તેના વકીલ સોમવારે ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમને વર્સોવા પોલીસ સ્ટેશન જવાનુ કહેવામાં આવ્યુ હતુ, કેમકે ઘટના તે ન્યાયિક વિસ્તારમાં ઘટી છે. તે ઓશિવારા પોલીસ સ્ટેશન વિસ્તાર એટલા માટે ગયા હતા કેમ કે અનુરાગ કશ્યપનુ કાર્યાલય તે વિસ્તારમાં છે.

આ પણ વાંચો: પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો, ફિલ્મમેકરે કહ્યું આ...

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી પાયલ ઘોષે શનિવારે ટ્વીટ કરીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ તેની સાથે જાતિય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે અનુરાગ કશ્યપે આ આરોપોને ફગાવતા તેને ખામોશ કરવાનો પ્રયાસ ગણાવી દીધો હતો.

mumbai mumbai news mumbai police anurag kashyap