મહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં ચૂક, ઠાકરેની સહીની ફાઇલ સાથે થઈ છેડછાડ

24 January, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં ચૂક, ઠાકરેની સહીની ફાઇલ સાથે થઈ છેડછાડ

ફાઇલ ફોટો

મહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં એક મોટી ચૂક સામે આવી છે. અહીં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સહી કરેલી એક ફાઇલ સાથે છેડછાડ કરવામાં આવી છે. છેડછાડ પણ એવી કે જેથી ફાઇલ જે મુદ્દે હતી તેનો હેતુ અને નિર્ણય જ બદલાઇ ગયો. હવે આ મામલે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ડુપ્લીકસીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

'ટીઓઆઇ'ના રિપોર્ટ પ્રમાણે, ઉદ્ધવ ઠાકરેએ પીડબ્લ્યૂડીના એક સુપ્રીટેન્ડિંગ ઇન્જિન્યર વિરુદ્ઘ વિભાગીય તપાસના આદેશ આપવા સંબંધે હસ્તાક્ષર કર્યા હતા. જો કે, પછી તેમના હસ્તાક્ષર ઉપર લાલ સહીથી લખવામાં આવ્યું કે તપાસ બંધ કરી દેવી જોઇએ.

ડીસીપી ઝૉન 1 શશિકુમાર મીણા પ્રમાણે, આ મામલે અજ્ઞાત વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

આ મામલે પૂર્વની બીજેપી સરકારે કેટલાય પીડબ્લ્યૂડી ઇન્જિન્યરો વિરુદ્ધ વિભાગીય તપાસની સલાહ આપી હતી. આ તપાસ અમુક વર્ષ પહેલા જેજે સ્કૂલ ઑફ આર્ટ બિલ્ડિંગમાં કરવામાં આવેલા કામ દરમિયાન કહેવાતી આર્થિક અનિયમિતતાઓને કારણે થવાની હતી. જેમની વિરુદ્ધ તપાસ થવાની હતી તેમાં એગ્ઝીક્યૂટિવ ઇન્જિનિયર નાના પપવાર પણ હતા જે હવે સુપ્રીટેન્ડિંગ ઇન્જિયનિયર છે.

રાજ્યમાં મહાવિકાસ અઘાડી સરકારના સત્તામાં આવ્યા પછી પીડબ્લ્યૂડી મંત્રી અશોક ચૌહાણે તપાસ આગળ વધારતા મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમની પરવાનગી માટે મોકલી હતી.

એક વરિષ્ઠ પીડબ્લ્યૂડી અધિકારી પ્રમાણે, જ્યારે ફાઇલ પીડબ્લ્યૂડી વિભાગ પાછી આવી તો અશોક ચૌહાણ આ જોઇને ચોંકી ગયા હતા કે મુખ્યમંત્રીએ વિભાગના પ્રસ્તાવમાં ફેરફાર કરી દીધો. જ્યાં એક તરફ બાકી બધા ઇન્જિનિયર વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલુ રાખવાની હતી ત્યાં ફક્ત નાના પવાર વિરુદ્ધની તપાસ બંધ કરવાનો આદેશ હતો.

ફાઇલમાં ઠાકરેની સહીની ઉપર નાના-નાના અક્ષરોમાં લખેલું જોઇ અશોક ચૌહાણને શંકા થઈ. તેમણે ફાઇલ ફરી તપાસ માટે મુખ્યમંત્રી કાર્યાલય મોકલી અને આ રીતે આખી ઘટનાનો ખુલાસો થયો.

mumbai mumbai news maharashtra uddhav thackeray