મુંબઈ: વેપારીઓને રાહત મળે એ માટે ફામે લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર

16 April, 2021 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પી-વન, પી-ટૂ પદ્ધતિથી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવી જોઈએ એવી માગણી મહારાષ્ટ્રનાં ૭૦૦થી વધુ વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરી રહેલા ફામ તરફથી ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કરવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન કરવાને બદલે સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અથવા તો પી-વન, પી-ટૂ પદ્ધતિથી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવી જોઈએ એવી માગણી મહારાષ્ટ્રનાં ૭૦૦થી વધુ વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરી રહેલા ફામ તરફથી ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કરવામાં આવી છે. 

ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓ કોવિડના નિયમોનું પાલન કરવા તૈયાર છે. જોકે સરકારે દુકાનદારોને બ્રેક ધ ચેઇનમાં રાહત આપવાની જરૂર છે. સરકારે નૉન-એસેન્શિયલ ઈ-કૉમર્સની આઇટમો પર પણ પ્રતિબંધ મૂકવાની અમારી માગણી સ્વીકારી એ માટે અમે સરકારના ખૂબ જ આભારી છીએ.’ 

mumbai mumbai news coronavirus covid19 lockdown