12 February, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણે પોલીસ અતંર્ગત આવતી ભિવંડી ક્રાઇમ બ્રાન્ચે લોકોને છેતરી તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લેતા ૫૮ વર્ષના રીઢા ગઠિયાને ઝડપી લીધો છે અને તેની પાસેથી ૯.૨૮ લાખ રૂપિયાના સોનાના દાગીના હસ્તગત કર્યા છે.
આ ગઠિયો લોકોને આંતરી તેમને પોતે પોલીસ હોવાનું કહી ડરાવી, ધમકાવી, ખોટી સ્ટોરી ઊપજાવી તેમની પાસેથી સોનાના દાગીના પડાવીને પોબારા ભણી જતો હતો.
ચેઇન-સ્નૅચિંગના ગુનાઓની તપાસ દરમ્યાન તેનું નામ બહાર આવતાં એ દિશામાં પોલીસે વધુ તપાસ કરી આખરે તેને શાહપુરથી ઝડપી લીધો હતો. તેની પાસેથી ૯.૨૮ લાખ રૂપિયાની કિંમતના ૧૧૬ ગ્રામ સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા. થાણે જિલ્લાનાં જ સાત પોલીસ-સ્ટેશનમાં તેની સામે આ રીતની ફરિયાદો આ પહેલાં નોંધાઈ છે.