મુંબઈ સિવાય રાજ્યમાં ૨૭ જાન્યુઆરીથી પાંચથી આઠ ધોરણ સુધીની સ્કૂલો ખૂલશે

16 January, 2021 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સિવાય રાજ્યમાં ૨૭ જાન્યુઆરીથી પાંચથી આઠ ધોરણ સુધીની સ્કૂલો ખૂલશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોનાનું જોખમ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્યની ધોરણ પાંચથી આઠ સુધીની સ્કૂલો ૨૭ જાન્યુઆરીથી ખોલવાનો સરકારે નિર્ણય લીધો છે. સ્થાનિક પરિસ્થિતિ મુજબ પ્રશાસન સ્કૂલો ખોલવાનો નિર્ણય લઈ શકશે એમ ગઈ કાલે સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું. વાલીઓની સંમતિ, શિક્ષકોની આરટીપીસીઆર ટેસ્ટ વગેરેના નિયમ મુજબ જ સ્કૂલો ખોલી શકાશે. જો કે મુંબઈમાં હજી કોરોનાના દરરોજ પાંચસોથી વધારે કેસ નોંધાઈ રહ્યા હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ આગામી આદેશ સુધી સ્કૂલો બંધ રહેવાની સૂચના જારી કરી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોવિડના નિયમોનું પાલન સાથે સ્કૂલો શરૂ કરવાની લીલી ઝંડી આપ્યા બાદ શિક્ષણ વિભાગે આવો નિર્ણય લીધો હતો.

mumbai mumbai news maharashtra