આવતી કાલે ૧૧ સ્થળોએ માણો સન્ડે સ્ટ્રીટ

16 April, 2022 09:48 AM IST  |  Mumbai | Agency

કમિશનર સંજય પાંડે દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સન્ડે સ્ટ્રીટ’ પહેલ દરમિયાન લોકો યોગ, જૉગિંગ, સ્કેટિંગ, સાઇક્લિંગ અને સાંસ્કૃતિક રમતગમત જેવી મનોરંજનની પ્રવૃત્તિઓ માટે માર્ગના લાંબા પટ્ટાનો ઉપયોગ કરી શકે છે.

ફાઇલ તસવીર

અતિવ્યસ્ત શહેરમાં વસનારા નાગરિકો માટે તનાવમુક્ત વાતાવરણ ઊભું કરવાની મુંબઈ પોલીસની પહેલ ‘સન્ડે સ્ટ્રીટ’ આ વીક-એન્ડમાં ૧૧ વિસ્તારોમાં હાથ ધરાશે.
કમિશનર સંજય પાંડે દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સન્ડે સ્ટ્રીટ’ પહેલ દરમિયાન લોકો યોગ, જૉગિંગ, સ્કેટિંગ, સાઇક્લિંગ અને સાંસ્કૃતિક રમતગમત જેવી મનોરંજનની પ્રવૃત્તિઓ માટે માર્ગના લાંબા પટ્ટાનો ઉપયોગ કરી શકે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ વખતે ‘સન્ડે સ્ટ્રીટ’ દક્ષિણ મુંબઈમાં નરીમાન પૉઇન્ટ (મરીન ડ્રાઇવ), બાંદરામાં કાર્ટર રોડ, ગોરેગામમાં માઇન્ડસ્પેસ બૅક રોડ, લોખંડવાલા રોડ (ડી. એન. નગર), આઇ. સી. કૉલોની, દહિસર, ઠાકુર વિલેજ, ઈએમપી સર્કલ, ચારકોપ પોલીસ સ્ટેશન, ટર્ઝન પૉઇન્ટ (કાંદિવલી)માં યોજાશે. આ તમામ વેસ્ટર્ન સબર્બ્સમાં છે.’
તેમણે ઉમેર્યું હતું કે ‘ઈસ્ટર્ન સબર્બ્સમાં આ પહેલ તાનસા પાઇપલાઇન રોડ (મુલુંડ), ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, વિક્રોલી બ્રિજ (વિક્રોલી), ચિમની ગાર્ડન રોડ (ટ્રૉમ્બે)માં યોજાશે. સન્ડે સ્ટ્રીટ સવારના છ વાગ્યાથી દસ વાગ્યાની વચ્ચે યોજાશે. લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરીને આ સ્થળોએ આવે એવી અમારી ઇચ્છા છે.’

mumbai mumbai news mumbai police