ઑસ્ટ્રેલિયાથી મતદાન કરવા માટે મુંબઈ આવી રહ્યા છે આ ગુજરાતી NRI

25 April, 2019 12:48 PM IST  |  મુંબઈ | જયેશ શાહ

ઑસ્ટ્રેલિયાથી મતદાન કરવા માટે મુંબઈ આવી રહ્યા છે આ ગુજરાતી NRI

વિનેશ દેસાઈ

એક વોટની શું તાકાત છે? એ વાત સમજાવી રહ્યા હતા ઑસ્ટ્રેલિયામાં રહેતા ૫૬ વર્ષના એક ગુજરાતી. જેઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૨૯ એપ્રિલે યોજાનાર ચોથા તબક્કાના મતદાનમાં તેમનો વોટ આપવા સિડનીથી મુંબઈ આવી રહ્યા છે. ૨૦૧૪ની ૨૪ એપ્રિલે પણ મુંબઈમાં મતદાન કર્યા બાદ તેઓ ઑસ્ટ્રેલિયા જતા રહ્યા હતા.

ગુજરાતના તળાજાના વતની અને મુંબઈમાં કાંદિવલી-ઈસ્ટમાં ઠાકુર કૉમ્પલેક્ષમાં રહેતા વિરેન દેસાઇ શૅરમાર્કેટના બિઝનેસ સાથે સંકળાયેલા હતા અને સિડનીમાં તેઓ ઍરપોર્ટ સિકયૉરીટીની કંપનીમાં જૉબ કરી રહ્યા છે અને પત્ની બિના દેસાઇ સિડનીમાં બ્યુટીપાર્લર ઇન્ડસ્ટ્રીઝમાં જૉબ કરે છે.

માતૃભૂમિ પ્રત્યે અનહદ પ્યાર કરતા નોન રેસિડન્ટ ઇન્ડિયન વિનેશ દેસાઇએ સિડનીથી ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘કન્યાદાન અને મતદાન બન્ને ઉત્તમ ફરજ છે. એથી મેં મારી ફરજ બજાવવા વોટ આપવા ભારત આવવાનું મન બનાવ્યુ઼ં છે, પરંતુ અફસોસની વાત એ છે કે મારી સાથે પત્ની બિનાને પણ આવવાનું નક્કી હતુ઼ં પરંતુ તે જે કંપનીમાં જૉબ કરે છે એ કંપનીએ તેમની રજા લાંબા દિવસો માટે મંજૂર ન કરતાં તે સાથે ભારત નથી આવી શકતી. આ અમારો એનઆરઆઇ તરીકે છેલ્લો વોટિંગ રાઇટ છે. કારણ કે થોડા દિવસો પછી અમને ઑસ્ટ્રેલિયન સિટિઝનશિપ મળી જતાં અમે આ અધિકાર ગુમાવી દેશું. એક એક વોટની શું કિંમત છે એ અમે જાણીએ છીએ. મુંબઇમાં મારી એકની એક દીકરીના મેરેજ કર્યાં છે. તેમ જ મારા ભાઇઓ અને બહેન તેમ જ અનેક સગાંસંબંધી મુંબઇ અને ભારતમાં રહે છે, એટલે સ્વાભાવિક રીતે મને રાષ્ટ્ર પ્રત્યેની મારી લાગણીનું ઋણ ચૂકવવાનો મોકો મYયો છે. હું ૨૮ એપ્રિલે રાતે મુંબઈ પહોંચીશ અને ૨૯ એપ્રિલે કાંદિવલીના બૂથમાં મતદાન કરીને મારા સપનાને સાકાર કરીશ. તેમ જ બાદમાં શ્રીનાથજી અને વડતાલ સ્ાહિતનાં ધાર્મિક સ્થળોએ અને નજીકના મિત્રો અને સંબંધીઓને હળવા મળવા જઇશ
અને ૧૩ મેએ પરત સિડની જવા રવાના થઇશ.’

આ પણ વાંચોઃ લોકસભા 2019: ગુજરાત દિગ્ગજોએ નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો


બોરીવલીમાં શાહ જ્વેલર્સના સંચાલક પ્રેમલ શાહ સાથે બે વર્ષ પહેલાં મેરેજ કરીને કાંદિવલી (વેસ્ટ)માં શંકરગલીમાં રહેતાં સલોની શાહે‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘મારા ડેડી સો ટકા રાષ્ટ્રભક્ત છે એ વાત કહેતા મને ગર્વ છે. કારણકે તે ૧૬ કલાકની મુસાફરી કરીને એક વોટ દેવા મુંબઇ આવી રહ્યા છે.’

Election 2019 mumbai news