મુંબઈ: 91 વર્ષના કુસુમ મહેતાએ પણ કરી વૉટ કરવાની અપીલ

29 April, 2019 08:19 AM IST  |  મુંબઈ

મુંબઈ: 91 વર્ષના કુસુમ મહેતાએ પણ કરી વૉટ કરવાની અપીલ

કુસુમ મહેતા

ચેમ્બુરના ટિળકનગરમાં રહેતાં ૯૧ વર્ષનાં કુસુમબહેન નટવરલાલ મહેતા ડાયાબિટીઝનાં પેશન્ટ છે. પેટની સમસ્યાને લીધે ખોરાક ખાઈ શકતાં નથી. લાકડીના આધાર વિના બે ડગલાં પણ ચાલી શકતાં નથી. આવા સંજોગોમાં પણ કુસુમબહેનનો મતદાન કરવાનો જુસ્સો ગજબનો છે. તેઓ કહે છે, ‘મારે મતદાન તો કરવું જ છે. કોને ખબર કલ હો ના હો.’

કુસુમબહેનના આ જુસ્સાને જોઈને તેમનો પરિવાર તેમને ટિળકનગરથી ઘાટકોપર (ઈસ્ટ)ના તેમના મતદાન-મથકે વોટિંગ કરવા લઈ જશે. કુસુમબહેનનો જુસ્સો જોતા કોઈએ મતદાન કરતા ચૂકવું ન જોઈએ એ બોધપાઠ મળે.

કુસુમબહેને તેમના મતદાન-અધિકારની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા દીકરાઓ નાગદેવીના વેપારી છે. મને જ્યારથી મતનો અધિકાર મળ્યો છે ત્યારથી મેં એ અધિકારનો ઉપયોગ કયોર્ જ છે. અમે ઘાટકોપર (ઈસ્ટ)ના રાજાવાડીમાં રહેતાં હતાં, પરંતુ અમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જતાં હવે અમે ટિળકનગરમાં રહેવા આવ્યાં છીએ. ૨૦૧૪ના લોકસભાના ઇલેક્શનમાં પણ હું લાકડીના ટેકે મત આપવા ગઈ હતી.’

આ પણ વાંચો : Election 2019 : વૉટ આપવા જતાં પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો

હવે મારી તબિયત વધારે નાદુરસ્ત છે એમ જણાવતાં કુસુમબહેને કહ્યું હતું કે ‘મારા દીકરાઓ સામે મેં મત આપવા જવાની જીદ કરી તો તેમણે પણ કાર લઈને રાજાવાડીમાં અમારા મતદાન-મથકે મારી સાથે મત આપવા આવવાની તૈયારી બતાવી છે. મારી તબિયત જે રીતે લથડી રહી છે એ જોતાં આવતી કાલનું કદાચ આ મારું છેલ્લું મતદાન હશે. બાકી જીવીશ તો આવતી ચૂંટણીમાં પણ મારા મતના અધિકારનો ઉપયોગ કરીશ જ. ભલેને મારે અન્યનો સહારો લેવો પડે.’

mumbai mumbai news chembur Election 2019