Money Laundering Case: હવે નવાબ મલિકની સપંત્તિ પણ જાશે, ED પ્રોપર્ટી કરશે જપ્ત

05 November, 2022 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે EDને મની લોન્ડરિંગ મામલે નવાબ મલિકાની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળી ગઈ છે, એવામાં હવે મલિકની ચિંતા વધી શકે છે.

નવાબ મલિક

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન નવાબ મલિક (Nawab Malik)ની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લેતી. હવે EDને મની લોન્ડરિંગ મામલે નવાબ મલિકાની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળી ગઈ છે, એવામાં હવે મલિકની ચિંતા વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ નવાબ મલિકની સંપત્તિ ઈટી જપ્ત કરી શકે છે.  

મળતી માહિતી અનુસાર મુંબઈમાં કુર્લા સ્થિત ગોવાવાળો પરિસર અને કુર્લા પશ્ચિમમાં ત્રણ ફ્લેટ સહિત બાન્દ્રા વેસ્ટના બે ફ્લેટ નવાબ પરિવારના છે. આ સિવાય મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં 147 એકર ખેતી જમીન પણ નવાબ મલિક પાસે છે. જો કે નવાવ મલિક મુળ ઉત્તર પ્રદેશના છે. તેના પર આક્ષેપ છે કે  તેમણે આ સંપત્તિઓનું નિર્માણ મની લોન્ડરિંગ દ્વારા આવેલા પૈસામાંથી કર્યુ છે. 

ગત દિવસોમાં નવાબ મલિકની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારવામાં આવી હતી. ત્યાર બાદ અચાનક તેમની તબિયત લથડતાં તેમને કુર્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જયાં તેમની કિડની સંબંધિત બિમારીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારવાર કરવામાં આવી રહી છે. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે દાઉદ ઈબ્રાહિમની મિલકતોના વેચાણ અને મની લોન્ડરિંગમાં સંડોવાયેલો છે.

62 વર્ષીય મલિકની ફેબ્રુઆરીના અંતમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મલિક પર દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટી સાથે જોડાયેલા મામલામાં મની લોન્ડરિંગનો આરોપ છે. એવો પણ આરોપ છે કે તેણે મુનિરા પ્લમ્બર પાસેથી 300 કરોડ રૂપિયાનો પ્લોટ એક કંપની મારફતે થોડા લાખ રૂપિયામાં હડપ કર્યો હતો. EDની ટીમે 23 ફેબ્રુઆરીએ સવારે લગભગ 7 વાગે તેના ઘરે દરોડો પાડ્યો અને તેને પોતાની સાથે લાવ્યો. છ કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai news nawab malik nationalist congress party ed