NCB સામે રકુલ પ્રીતની વિચિત્ર કબૂલાત, ડ્રગ્સ ચૅટ કરું છું પણ એ લેતી નથી

26 September, 2020 07:24 AM IST  |  Mumbai | Faizan Khan

NCB સામે રકુલ પ્રીતની વિચિત્ર કબૂલાત, ડ્રગ્સ ચૅટ કરું છું પણ એ લેતી નથી

કોલાબામાંની એનસીબીની ઑફિસમાંથી ગઇ કાલે રવાના થઇ રહેલી રકુલ પ્રીત સિંહ. તસવીર : અતુલ કાંબલે

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુની તપાસમાં બૉલીવુડના ડ્રગ્સ-રૅકેટની વિગતો બહાર આવતાં એ કેસની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગઈ કાલે અભિનેત્રી રકુલ પ્રીત સિંહની ૪ કલાક સુધી પૂછપરછ કરી હતી. આખરે તેણે ડ્રગ્સ સંબંધી વૉટ્સઍપ-ચૅટ કરી હોવાનું કબૂલ્યું હતું, પણ તે પોતે ડ્રગ્સ લેતી નથી એવું કહ્યું હતું. એ ઉપરાંત તેણે એમ પણ કહ્યું હતું કે ‘હું ડાયરેક્ટ કોઈ પેડલર સાથે સંપર્ક ધરાવતી નથી.’

એનસીબીની પૂછપરછ દરમ્યાન રકુલે એમ પણ કહ્યું હતું કે ‘હું ઍન્ટિ-ડ્રગ્સ ડ્રાઇવ કૅમ્પેનમાં પણ ભાગ લઈ ચૂકી છું, પણ મેં ક્યારેય ડ્રગ્સ લીધું નથી.’

સૂત્રોએ જણાવ્યા અનુસાર એનસીબીના ઑફિસરોએ તેને એ ચૅટ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, એટલું જ નહીં, જયા સહાને જે ડ્રગ-પેડલર ડ્રગ્સ પહોંચાડતો હતો તેને પોતે જાણતી હતી કે નહીં એમ પણ પૂછ્યું હતું.

Crime News mumbai news mumbai mumbai crime news deepika padukone rhea chakraborty faizan khan