ડ્રગ્સ કેસ: ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટીવ પ્રોડયુસર ક્ષિતિજની ધરપકડ

26 September, 2020 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડ્રગ્સ કેસ: ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટીવ પ્રોડયુસર ક્ષિતિજની ધરપકડ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બૉલીવુડમાં ડ્રગ્સનો કેસ વધારેને વધારે ગંભીર થતો જાય છે. હવે આ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટીવ પ્રોડયુસર ક્ષિતિજ રવિ પ્રસાદ (Kshitij Ravi Prasad)ની ધરપકડ કરી છે. NCBના સુત્રોના મતે, પ્રસાદના ઘરે દરોડા પાડ્યા ત્યારે ગાંજો મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ક્ષિતિજ પ્રસાદનું નામ ધરપકડ કરાયેલ ડ્રગ્સ પેડલર અનુજ કેશવાની દ્વારા બહાર આવ્યું છે. તેના પર આરોપ છે કે, ડ્રગ્સ વેપારીઓ પાસેથી તે ડ્રગ્સ ખરીદતો હતો.

કરણ જોહરના પૂર્વ કર્મચારી ક્ષિતિજ પ્રસાદની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. ક્ષિતિજ પ્રસાદના ઘરે NCBએ દરોડા પાડીને થોડી માત્રામાં ગાંજો જપ્ત કર્યો હતો. NCBએ ક્ષિતિજ પ્રસાદની 24 કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ કેટલાક ફોટા વાયરલ થયા છે જેમાં ધર્મ પ્રોડક્શનના એક્ઝિક્યુટિવ નિર્માતા ક્ષિતિજ પ્રસાદ અને સહાયક ડિરેક્ટર અનુભવ ચોપરા ડ્રગ પેડલર સાથે ઉભા જોવા મળ્યા હતા.

ડ્રગ કનેક્શનમાં આ ફોટો ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપડા સામેનો સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે. જેના પગલે ક્ષિતિજની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ તરફથી હવે NCB ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. આ કેસમાં રિયા ચક્રવર્તી સહિત અનેકની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

mumbai mumbai news sushant singh rajput rhea chakraborty dharma productions karan johar