આરેમાં જ મેટ્રોનો કારશેડ બનાવવાની ‘બાળહઠ’ પડતી મૂકો : કૉન્ગ્રેસની કેન્દ્ર અને ફડણવીસને અપીલ

05 July, 2022 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈ જગતાપે જણાવ્યું કે કૉન્ગ્રેસ આરેમાં કોલાબા-સીપ્ઝ મેટ્રો લાઇન-૩ માટે કારશેડ બાંધવાના પ્લાનનો વિરોધ કરશે

ફાઇલ તસવીર

મુંબઈ કૉન્ગ્રેસે સોમવારે જણાવ્યું હતું કે એણે શહેરના હરિયાળા વિસ્તાર આરેમાં મેટ્રો રેલ કારશેડના બાંધકામ સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને શહેર એકમના પ્રમુખ ભાઈ જગતાપે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ પ્લાન આગળ વધારવાની તેમની ‘બાળહઠ’ છોડી દેવાની વિનંતી કરી છે.

ભાઈ જગતાપે જણાવ્યું કે કૉન્ગ્રેસ આરેમાં કોલાબા-સીપ્ઝ મેટ્રો લાઇન-૩ માટે કારશેડ બાંધવાના પ્લાનનો વિરોધ કરશે.

‘આરેનું વન એ મુંબઈનાં ફેફસાં છે. વનપ્રદેશનો નાશ કરીને અને વૃક્ષોનું નિકંદન કાઢીને કેન્દ્રની બીજેપી સરકાર અને દેવેન્દ્ર ફડણવીસ ત્યાં મેટ્રો કારશેડ ઊભો કરવાનો દુરાગ્રહ કરી રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.

આ પ્રોજેક્ટ પર્યાવરણનો ખાતમો બોલાવી રહ્યો છે. તમામ સ્તરે એનો વિરોધ થઈ રહ્યો છે. મુંબઈવાસીઓને આ પ્રોજેક્ટ નથી જોઈતો. મેટ્રો કારશેડ કાંજુરમાર્ગમાં આકાર પામવો જોઈએ એમ કૉન્ગ્રેસી નેતાએ ઉમેર્યું હતું.

mumbai mumbai news mumbai metro aarey colony devendra fadnavis congress