નવી મુંબઈમાં શરૂ થઈ સંભવિત સુપર સ્પ્રેડર્સને રસી આપવાની

29 June, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રથમ તબક્કામાં નવી મુંબઈના વિવિધ મેડિકલ સ્ટોર્સના ૨૫૦ કર્મચારીઓને રવિવારે યોજાયેલા સ્પેશ્યલ કૅમ્પ પર રસી અપાઈ

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ ઘરવિહોણા લોકો અને ભિક્ષુકો માટે રસીકરણ ઝુંબેશ ચલાવનાર નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને હવે આ વિસ્તારના સંભવિત સુપર સ્પ્રેડર્સને રસી આપવાનું અભિયાન શરૂ કર્યું હોવાનું સુધરાઈના એક અધિકારીએ જણાવ્યું હતું. પ્રથમ તબક્કામાં નવી મુંબઈના વિવિધ મેડિકલ સ્ટોર્સના ૨૫૦ કર્મચારીઓને રવિવારે યોજાયેલા સ્પેશ્યલ કૅમ્પ પર રસી અપાઈ હોવાનું મનપાના પ્રવક્તા મહેન્દ્ર કોન્ડેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘મેડિકલ સ્ટોર્સના કર્મચારીઓ બીમાર દરદીઓ સહિતના અનેક લોકોના વારંવાર સંપર્કમાં આવે છે. આથી આવા લોકોનું કોરોના વાઇરસ સામે રક્ષણ કરવા માટે ખાસ અભિયાન આદર્યું છે.’

coronavirus covid19 covid vaccine vaccination drive navi mumbai mumbai mumbai news