17 July, 2025 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકમાન્ય તિલકના પ્રપૌત્ર ડૉ. દીપક તિલકનું અવસાન
સ્વતંત્રતાસેનાની, શિક્ષક અને સમાજસુધારક લોકમાન્ય તિલકના પ્રપૌત્ર ડૉ. દીપક તિલકનું બુધવારે સવારે અવસાન થયું હતું. શિક્ષણ, પત્રકારત્વ અને સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ડૉ. દીપક તિલક કેસરી અખબારના ટ્રસ્ટી એડિટર રહી ચૂક્યાં હતાં અને તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠના વાઇસ-ચાન્સેલરપદે પણ હતા.
સેક્સવર્કર્સનો મોરચો આઝાદ મેદાનમાં
ગઈ કાલે આઝાદ મેદાનમાં સેક્સવર્કરોએ તેમની વિવિધ માગણીઓ માટે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.