News In Shorts : જુહુ બીચ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અદ્ભુત રેતશિલ્પ

14 April, 2025 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિલ્પ બનાવવાનું આયોજન સાંતાક્રુઝની ભીમવાડા ક્રીડા મંડળ આણિ મહિલા મંડળ દ્વારા બૌદ્ધજન પંચાયત સમિતિના સહયોગથી કરવામાં આવ્યું હતું

તસવીર : સતેજ શિંદે

ભારતના બંધારણના રચયિતા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજે ૧૩૪મી જન્મજયંતી છે એ નિમિત્તે મુંબઈના જુહુ બીચ પર ગઈ કાલે સૅન્ડ-આર્ટિસ્ટ લક્ષ્મી ગૌડે તેમનું રેતશિલ્પ બનાવ્યું હતું. આ શિલ્પ બનાવવાનું આયોજન સાંતાક્રુઝની ભીમવાડા ક્રીડા મંડળ આણિ મહિલા મંડળ દ્વારા બૌદ્ધજન પંચાયત સમિતિના સહયોગથી કરવામાં આવ્યું હતું.

બૈસાખીની ઉજવણી

ગઈ કાલે બૈસાખી નિમિત્તે હરિદ્વારમાં લોકોએ હર કી પૌડી પર ગંગાસ્નાન કર્યું હતું અને અમ્રિતસરનું ગોલ્ડન ટેમ્પલ આતશબાજીથી ઝગમગી ઊઠ્યું હતું.

બરફની મજા

 ગઈ કાલે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં અટલ ટનલ પાસે બરફાચ્છાદિત વિસ્તારમાં સ્નોની મજા માણતા ટૂરિસ્ટો.

આંધ્ર પ્રદેશમાં ફટાકડાની ફૅક્ટરીમાં આગ પછી વિસ્ફોટ, ૮ શ્રમિકોનાં મોત

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના કોટાવુરાટલામાં મોટી દુર્ઘટના બની હતી. ગઈ કાલે કૈલાસપટ્ટનમમાં ફટાકડાની એક ફૅક્ટરીમાં આગ લાગતાં વિસ્ફોટો થયા હતા, જેને કારણે બે મહિલાઓ સહિત આઠ શ્રમિકોનાં મોત થયાં હતાં.

juhu beach juhu babasaheb ambedkar mumbai mumbai news amritsar himachal pradesh haridwar andhra pradesh national news news