ભાજપની ચિંતા વધીઃ દેવેન્દ્ર ફડણવીસ COVID-19 પૉઝિટિવ

24 October, 2020 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપની ચિંતા વધીઃ દેવેન્દ્ર ફડણવીસ COVID-19 પૉઝિટિવ

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જે હાલ બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં અગ્રેસર હતા તેમનો કોરોનાવાયરસ રિપોર્ટ પૉઝિટિવ આવતા તેમણે પોતાને આઈસોલેટ કર્યા છે.

તેમણે ટ્વીટ કર્યું કે, લૉકડાઉનમાં પણ હું દરરોજ કામ કરતો હતો પરંતુ હવે ભગવાનની ઈચ્છા છે કે હું થોડોક આરામ કરું. હું કોવિડ-19 પૉઝિટિવ છુ અને આઈસોલેશનમાં છું. ડૉક્ટર્સની દરેક સલાહનું પાલન કરીને દવા લેવાની સાથે તબીબી સારવાર કરાવી રહ્યો છું.

તેમણે ઉમેર્યું કે, જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો કોવિડ-19 રિપોર્ટ કરાવે.

devendra fadnavis maharashtra covid19 coronavirus bharatiya janata party