જનતાએ એવી સરકારને ચૂંટવી જોઈએ જે શહીદોના પરિવારને ટેકો આપેઃફડણવીસ

17 March, 2019 12:55 PM IST  |  મુંબઈ

જનતાએ એવી સરકારને ચૂંટવી જોઈએ જે શહીદોના પરિવારને ટેકો આપેઃફડણવીસ

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ શિવસેના અને ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતાં શુક્રવારે જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રમાં મજબૂત અને પ્રગતિશીલ સરકાર રચવાનો છે. બન્ને પક્ષો વચ્ચેના મતભેદ દૂર કરવામાં આવ્યા છે એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શિવસેનાને ભાજપ સાથે કોઈ અંગત મતભેદ નહોતા, બન્ને પક્ષ વચ્ચે જનહિતના મુદ્દાઓ પર મતભેદ હતા.

ભાજપ સાથે જોડાણ પર પ્રકાશ પાડતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મારા મતે આ દેશની ચૂંટણી છે. ભાજપ સરકારે પાકિસ્તાનને ઍર-સ્ટ્રાઇક દ્વારા સારો પાઠ ભણાવ્યો છે. મને યાદ છે કે કૉન્ગ્રેસની સરકારે આતંકવાદી હુમલાઓને વખોડી કાઢવા સિવાય અન્ય કોઈ પગલાં ભયાર઼્ નહોતાં. કોઈ આવી સરકારને શું કામ ફરી સત્તા સોંપે? કૉન્ગ્રેસ અને એનસીપીએ આપણને દેશભક્તિના પાઠ ભણાવ્યા નથી. જોકે ભાજપના વડપણ હેઠળની એનડીએ સરકારના આવ્યાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.’

ઉદ્ધવ ઠાકરેએ પાકિસ્તાન દ્વારા સરહદ પર કરવામાં આવતાં છમકલાંને ટાંકીને કહ્યું હતું કે ‘આજે પણ આતંકવાદી હુમલાઓ થાય છે અને આપણા જવાનો શહીદ થાય છે, પણ આપણે હવે પાકિસ્તાન પર હુમલો કરીને શહીદોનો બદલો લઈએ છીએ. દેશની જનતાએ એવી સરકાર ચૂંટવી જોઈએ જે શહીદોના પરિવારને ટેકો આપે. આપણે માત્ર સત્તા માટે જ શું કામ લડવું જોઈએ. સત્તાની સાથે-સાથે દેશહિતનો પણ વિચાર કરવો જોઈએ.’

ભાજપ અને શિવસેનાનું જોડાણ સમાન વિચારધારા પર આધારિત : ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના અને ગ્થ્ભ્ના કાર્યકર્તાઓને સંબોધન કરતાં શુક્રવારે જણાવ્યું હતું કે ‘ભાજપ અને શિવસેના વચ્ચેનું જોડાણ બન્નેની સમાન વિચારધારા પર આધારિત છે. આ પહેલાંનું ભારત નથી જે દેશની સુરક્ષા સંબંધે પણ કોઈ ચોક્કસ નર્ણિય લઈ નહોતું શકતું. આ નવું ભારત દેશભક્તિથી છલોછલ છે. વિકાસના મુદ્દે વિરોધ પક્ષો ભગવા પાર્ટીને હરાવી નહીં શકે. ભાજપ-શિવસેનાની યુતિ રાજ્યની ૪૮માંથી ૪૨ સીટ પર જીત મેળવશે. દેશનું વાતાવરણ હવે એકદમ બદલાઈ ગયું છે. લોકો વિકાસને પસંદ કરી રહ્યા છે. અમે એવા જૂથના કાર્યકરો છીએ જેઓ પોતાના જીવનમાં દેશને મહkવ આપવામાં માને છે.’

આ પણ વાંચોઃ BJP - શિવસેનાનું જોડાણ મજબૂત અને અભેદ્ય : દેવેન્દ્ર ફડણવીસ

આતંકવાદને નાથવા ભારતે અપનાવેલા આકરા વલણ સંબંધે ફડણવીસે જણાવ્યું હતું કે પહેલાંની સરકાર આતંકવાદી હુમલાને વખોડી યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓ સામે રજૂઆત કરતી હતી, પરંતુ મોદી સરકારે સશસ્ત્ર દળોને આતંકવાદ સામે કાર્યવાહી કરવા ખુલ્લી છૂટ આપી હતી.

devendra fadnavis shiv sena Election 2019