કેન્દ્ર સરકાર દ્વારા મિડ-ડેનો સન્માન યોગ

08 January, 2020 12:48 PM IST  |  Mumbai

કેન્દ્ર સરકાર દ્વારા મિડ-ડેનો સન્માન યોગ

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરના હસ્તે ગઈ કાલે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સન્માન પારિતોષિકનું સર્ટિફિકેટ અને ટ્રોફી મિડ-ડેનાં ડેપ્યુટી ફીચર એડિટર રુચિતા શાહે સ્વીકાર્યાં હતાં.

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે ગઈ કાલે ૩૦ મીડિયા ઑર્ગેનાઇઝેશન્સને પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સન્માન’ એનાયત કર્યાં હતાં અને એમાં એક મિડ-ડે પણ હતું. યોગક્ષેત્રે મિશનની માફક કામગીરી બજાવનારાં પ્રસાર માધ્યમોની આ પારિતોષિક માટે પસંદગી કરવામાં આવે છે.

વિવિધ ભાષાનાં મીડિયાની ત્રણ કૅટેગરીમાં અવૉર્ડ્‌સ જાહેર કરવામાં આવ્યા હતા. એ ત્રણ કૅટેગરીમાં રેડિયો, ટીવી અને પ્રિન્ટ મીડિયાનો સમાવેશ છે. પારિતોષિકના પહેલા વર્ષે જ પ્રિન્ટ મીડિયામાં ગુજરાતી કૅટેગરીમાં મિડ-ડેની પસંદગી કરવામાં આવી હતી.

નવી દિલ્હીના નૅશનલ મીડિયા સેન્ટરમાં યોજાયેલા સમારંભમાં મિડ-ડે તરફથી અખબારમાં યોગના વિષય પર વિસ્તારપૂર્વક લખનારાં મિડ-ડેના ડેપ્યુટી ફીચર એડિટર રુચિતા શાહે પારિતોષિકની ટ્રોફી સ્વીકારી હતી. કુલ ૧૩૨ એન્ટ્રીમાં ૩૦ની પસંદગી કરવામાં આવી હતી અને મુંબઈમાંથી ફક્ત મિડ-ડેને એ સન્માન પ્રાપ્ત થયું છે.

prakash javadekar gujarati mid-day mumbai news