મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર કોરોના સંક્રમિત

27 October, 2020 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર કોરોના સંક્રમિત

અજિત પવાર (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર (Ajit Pawar) કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવી ગયા છે. કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ અજિત પવારને સાવચેતી રૂપે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અજિત પવારે કોરોના સંક્રમિત હોવાની માહિતી પોતે ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ‘મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. પણ મારી તબિયત સારી છે. સાવચેતીના ભાગરુપે અને ડૉક્ટરોની સલાહથી મને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે’.

બીજા ટ્વીટમાં નાયબ મુખ્યપ્રધાને લખ્યું હતું કે, ‘હું રાજ્યના નાગરિકો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત રાજ્યના તમામ રાજકીય પક્ષોના નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરોને કહેવા માંગુ છું કે ચિંતા કરવાની કોઈ વાત નથી’.

તમને જણાવી દઈએ કે, અજિત પવાર ગત અઠવાડિયે પુણે પ્રવાસ પર ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમને તબિયત સારી નહોતી લાગતી એટલે ઘરે રહેવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેમને કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અત્યારે તેઓ હૉસ્પિલમાંદાખલ છે.

coronavirus covid19 maharashtra mumbai mumbai news ajit pawar