અનાજનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા અજિત પવારની પ્રધાનોને તાકીદ

18 April, 2020 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનાજનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા અજિત પવારની પ્રધાનોને તાકીદ

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનઅજિત પવારે ગઈ કાલે તમામ ગાર્ડિયન પ્રધાનોને કોવિડ-૧૯ લૉકડાઉન દરમિયાન ગરીબોને અનાજનું સુચારૂ વિતરણ થાય એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું જેથી બિનજરૂરી રીતે સરકારની બદનામી ન થાય.

શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર અજિત પવારે ગાર્ડિયન પ્રધાનોને જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ)ના લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવા જણાવ્યું હતું.

પ્રધાનોને પાઠેલા પત્રમાં પવારે જણાવ્યું હતું કે પીડીએસ અનાજનો જથ્થો ૩.૮૭ લાખ મેટ્રિક ટનથી વધારીને ૭.૭૪ લાખ મેટ્રિક ટન કરી દેવાયો છે.

૧.૫૨ લાખ મેટ્રિક ટન જેટલું અનાજ જરૂરિયાતમંદોને પૂરું પાડવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

‘ગરીબો પૂરતું અનાજ મેળવે અને તેમને સુવ્યવસ્થિત રીતે વિતરણ કરવામાં આવે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે જેથી (લૉકડાઉન સમયગાળા દરમિયાન) કોઈ વ્યક્તિ ભૂખી ન રહે’ એમ પવારે પત્રમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત અજિત પવારે તાકીદ કરી હતી કે અનાજના વિતરણમાં કોઈ ગેરરીતિ ન થવી જોઈએ અને જો કોઇ ફરિયાદ આવી તો એનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવાનું રહેશે. સરકારની વિના કારણે બદનામી ન થવી જોઈએ. ગાર્ડિયન પ્રધાનોએ આ મામલે અંગતપણે ધ્યાન આપવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત આરોગ્યલક્ષી કટોકટી દરમિયાન તમામ સ્તરે સારી કામગીરી બજાવવા બદલ તેમણે રાજ્યના વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી.

coronavirus covid19 maharashtra mumbai ajit pawar