23 March, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આખી રાત કામગીરી કરીને બે ગર્ડર ડી-લૉન્ચ કરવામાં આવ્યા.
રેલવેના મુંબઈ ડિવિઝને રવિવારે પ્રભાદેવી રોડ ઓવરબ્રિજ પર એક સદી જૂના બ્રિજને તોડી પાડ્યો હતો. શનિવાર અને રવિવાર વચ્ચેની રાતે બ્લૉક હાથ ધરીને આ કામ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમ્યાન ૩૨ મીટર લાંબા બે ગર્ડરને સુરક્ષિત ડી-લૉન્ચ કરવામાં આવ્યા હતા. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ પણ અનિચ્છનીય ઘટના વિના નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી સરળતાથી પૂર્ણ થઈ હતી.
પ્રભાદેવી રોડ ઓવરબ્રિજ જે અગાઉ એલ્ફિન્સ્ટન રોડ બ્રિજ તરીકે ઓળખાતો હતો એ મુંબઈના લોકલ રેલવે નેટવર્કમાં એક મહત્ત્વપૂર્ણ કડી છે. ૧૦૦ વર્ષથી વધુ જૂના ગર્ડર્સને દૂર કરવાનું કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને મુસાફરોની સલામતી વધારવાના પ્રયાસનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ આપેલી સમયમર્યાદામાં એટલે કે બાવીસમી માર્ચે પૂરો થયો હતો.