થાણેમાં વીસમા માળેથી પડેલા કાચબાના મૃત્યુ માટે માલિક સામે ફરિયાદ નોંધવાની માગણી

13 May, 2021 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં આવેલા માજીવાડાના એક હાઇરાઇઝ બિલ્ડિંગના ૨૦મા ફ્લોર પરથી નીચે પડતાં એક કાચબાનું મૃત્યુ થયું હતું.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

થાણેમાં આવેલા માજીવાડાના એક હાઇરાઇઝ બિલ્ડિંગના ૨૦મા ફ્લોર પરથી નીચે પડતાં એક કાચબાનું મૃત્યુ થયું હતું. એ વખતના બનાવના ફોટો થાણેના અમ્મા કૅર ફાઉન્ડેશન અને પ્લાન્ટ ઍન્ડ ઍનિમલ્સ વેલ્ફેર સોસાયટીને મળ્યા હતા. તેમની ફરિયાદના આધારે કાચબાના માલિક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બન્ને સંસ્થા અને પશુ કલ્યાણ બોર્ડ ઑફ ઇન્ડિયાના માનદ પશુ કલ્યાણ અધિકારી સુનિષ કુંજુએ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ઝોન-૫ અને સ્થાનિક પોલીસને લેખિત ફરિયાદ કરી છે. પોલીસને ફરિયાદ કરેલા પત્રમાં આ સંદર્ભે એફઆઇઆર નોંધાય એવી માગણી કરી છે તેમ જ કાચબાના ફોટોગ્રાફ સહિત અન્ય માહિતી પણ પોલીસને સોંપવામાં આવી છે. જોકે એના માલિકે દાવો કર્યો ન હોવાથી કાચબાના મૃતદેહનો સોસાયટીના વૉચમૅન દ્વારા નિકાલ કરાયો હતો. બનાવની ફરિયાદ બાદ કાપૂરબાવડી પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે આવી હતી અને તપાસ કરીને એફઆઇઆર પ‌ણ નોંધવામાં આવ્યો છે. 

mumbai mumbai news thane